જામજોધપુર ડેપો મેનેજર ની દાદાગીરી સામે આગેવાનો નુ સ્ટીંગ ઓપરેશન:બાયપાસ થતી બસ બસસ્ટેન્ડમા લવાઇ.

ગોંડલ ને બાયપાસ કરી અંદાજે બસ્સો થી વધુ બસો બાયપાસ દોડી રહી હોય છેલ્લા એક સપ્તાહ થી ધારાસભ્ય કાર્યાલય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત સાથે ઝુંબેશ ચલાવાઇ રહી છે.

દરમિયાન જામજોધપુર ડેપો ની બસો ગોંડલ સ્ટોપ હોવા છતા થોભતી ના હોય ધારાસભ્ય ગીતાબા જાડેજા ના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજા,જીતુભાઇ આચાર્ય, જશ્મીનભાઇ ધડુક, રવિભાઇ સોલંકી સહિતે સ્ટીંગ ઓપરેશન હાથ ધરી ગોંડલ થી વિરપુર બસસ્ટેન્ડ પંહોચી જામજોધપુર થી સેંજલી જતી એક્સપ્રેસ મા પેસેન્જર તરીકે બેઠા હતા.

રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ ની ટીકીટ માંગતા કંડક્ટર બાલુભાઇ કરમટા એ ગોંડલ બસસ્ટેન્ડ ને બદલે બાયપાસ ની ટીકીટ આપતા રાજેન્દ્રસિંહ જાડેજા,જીતુભાઇ આચાર્ય સહિત ના આગેવાનોએ ગોંડલ બસસ્ટેન્ડ મા બસ કેમ નહી જાય તેવુ પુછતા કંડક્ટરે અમારા ડેપો મેનેજર ની સુચના છે તેવુ કહેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જામજોધપુર ના ડેપો મેનેજર એસ.મોમીન સાથે ગોંડલ સ્ટોપ હોવા છતા શા માટે બસ થોભતી નથી વધુ મા આ અંગે રાજકોટ વિભાગીય નિયામકે સુચના પણ આપી હોવાનુ કહેતા ડેપો મેનેજર મોમીન લાજવા ને બદલે ગાજવા લાગી રાજેન્દ્રસિંહ ને એવુ કહ્યુ કે ગોંડલ થોભવુ કે ના થોભવુ એ મારી ઇચ્છા તમે કે કોઈ ધારાસભ્ય મને કંઇ કહી ના શકે.આવો તોછડો જવાબ મળતા ઉગ્ર બનેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજકોટ વિભાગીય નિયામક કલોત્રા ને મોબાઇલ કરી ડેપો મેનેજર મોમીન ની આડોળાઈ અંગે જાણ કરતા કલોત્રાએ તુરંત જામજોધપુર ડેપો મેનેજર મોમીન ને ગોંડલ સ્ટોપ માટે કડક સુચના આપતા આખરે મોમીને બસ ડ્રાઇવર અરવિંદ જલુ ને ગોંડલ બસસ્ટેન્ડ પર બસ લેવા સુચના આપતા અંતે જામજોધપુર સંજેલી બસ ગોંડલ બસસ્ટેન્ડ પંહોચી હતી.ચાલુ બસે સ્ટીંગ ઓપરેશન કરાયુ હોય બસ મા બેઠેલા પેસેન્જરો પણ અચંબીત થયા હતા.


ખુબી ની વાત એ હતી કે બસ ના બોર્ડ મા ગોંડલ લખેલુ હતુ પણ ચેકી નખાયુ હતુ.બીજુ જેતપુર નુ નામ ના હોવા છતા જેતપુર બસસ્ટેન્ડ મા સ્ટોપ અપાયો હતો.


ડ્રાઇવર કંડક્ટર અને કેટલાક ડેપો મેનેજર ની દિલદગડાઇ ને કારણે ગોંડલ ને ખુલ્લો અન્યાય થઈ રહ્યા નુ રાજેન્દ્રસિંહ દ્વારા કરાયેલા સ્ટીંગ ઓપરેશન દ્વારા બહાર આવ્યુ હતુ.
બાદ મા રાજેન્દ્રસિંહ જાડેજાએ ધારાસભ્ય ગીતાબા જાડેજા ના કાર્યાલયે પંહોચી વાહનવ્યવહાર મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ બનાવ અંગેની જાણ કરી હતી

error: Content is protected !!