2000 રૂપિયાની નોટ હવે ચલણમાંથી બહાર થશે, RBIની મોટી જાહેરાત.

Loading

નવી દિલ્હી, 19 મે,2023, શુક્રવાર

જેની ઘણા સમયથી લોકોમાં ચર્ચા થતી હતી એ 2000ની નોટ છેવટે સરકારે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આરબીઆઇએ આને નોટબંધી નહી પરંતુ કલીન પોલીસી નામ આપ્યું છે. જો કોઇની પાસે 2000ની નોટ હોયતો તેને જરાં પણ ગભરાવાની જરુર નથી. 2000ની નોટ હજુ પણ ચલણમાં ચાલું છે એટલે કે આ નોટબંધી નથી. બજારમાં જઇને સામાન અને ચીજ વસ્તુઓ ખરીદી શકો છો. કોઇ પણની સાથે 2000 રુપિયામાં લેણ દેણ કરી શકો છો. સંપૂર્ણ રીતે માન્ય હોવાથી 2000ની નોટ સ્વીકારવાની ના પણ પાડી શકશે નહી. 500 અને 1000 રુપિયાની નોટસની વેલ્યૂ 2000ની નોટસ ભરપાઇ કરી દેશે એવી આશા રાખવામાં આવી હતી.

એક માહિતી મુજબ 2017-18 માં 2000 રુપિયાની 33630 લાખ નોટ ચલણમાં હતી. તેનું કુલ મૂલ્ય 6.72 લાખ કરોડ હતું. 2021 માં સરકાર દ્વારા લોકસભામાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે છેલ્લા 2 વર્ષથી 2000ની નવી નોટો છાપવામાં આવી નથી. હાલની સ્થિતિએ છેલ્લા 4 વર્ષથી 2000ની નવી નોટસ પ્રિન્ટ કરવામાં આવી ન હતી. બેંકોના એટીએમમાંથી પણ છેલ્લા કેટલાક મહિનાઓથી 2000ની નોટના સ્થાને માત્ર 500,200 અને 100ના મૂલ્યની નોટો જ મળતી હતી. બેંકોમાંથી પણ કેસ ઉપાડમાં 2000ની નોટ જોવા મળતી ન હતી.

હવે નોટસ પાછી ખેંચવામાં આવી છે પરંતુ 30 સપ્ટેમ્બર સુધીની ડેટ નકકી કરવામાં આવી છે એ પહેલા 2000ની નોટ બેંકમાં જમા કરાવી દેવાની રહેશે. જમા કરાવવાથી એટલા જ મૂલ્યની રકમ સામે આપવામાં આવશે. નોટ બદલવાની મર્યાદા 20 હજાર રુપિયા સુધીની નકકી કરવામાં આવી છે. રિઝર્વ બેંક દ્વારા 2016માં નોટબંધી કરીને 500 અને 1000ની નોટસ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવતા અફરા તફરીનો જે માહોલ ઉભો થયો હતો. એ સમયે 2000 રુપિયાની નવી ગુલાબી નોટસ બહાર પાડવામાં આવી હતી.

error: Content is protected !!