મોવિયા ધામ વડવાળી જગ્યા માં રવીવારે વિશ્વ ચકલી દિવસ નીમીતે વિનામૂલ્યે ચકલીઓના માળા તથા પાણી કુંડા નું વિતરણ.

ચકલી કહે અમે પણ જીવ છીએ અમને કોઇ બચાવો…

સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. મોવિયા ગામે વિશ્વ ચકલી દિવસ નીમીતે આગામી 20 તારીખ ને રવીવાર ના દીવસે પક્ષીઓ માટે ના પીવાના પાણીના કુંડા અને માળાનું વિના મૂલ્યે વિતરણ સાંજે 5થી6 કરવામાં આવસે. મોવિયા ગામે 30થી વધુ જગ્યાઓ એ પક્ષીઓને પીવા માટે ના પાણીનાં કુડાઓ તથા પક્ષીઓ ને રહેવા માટે માળાઓ મુકવામાં આવે છે. શહેરોમાં હવે ભાગ દોડ ભરી જીવનશૈલી માં પહેલા ની જેમ ચકલીઓનું ચી… ચી..ચી હવે સાંભળવા નથી મળતુ. લોકો ને ડર છે, ક્યાંક આ ભોળુ, રુપાળુ, નીર્દોષ પક્ષી લુપ્ત ન થય જાય.પણ નીષ્ણાતોના કહેવા મુજબ હજી ચકલીઓની પ્રજનન ક્ષમતા ઓછી નથી થય. બસ, માણસજાતે ચકલી ને બચાવવા તરફ થોડું ધ્યાન આપવું જરૂરી છે.જેથી કરીને લુપ્ત થઇ જતી ચકલીની પ્રજાતી ને બચાવી શકાય.
રમેશ પારેખ ના શબ્દો માં કહીયે તો
“તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકર નું ધાડું l
મારે આંગણે ચકલી બેસે તે મારૂ રજવાડું ll ચકલી એ આપણા આંગણા નું પક્ષી છે. ચકલીની પ્રજાતી સીમેન્ટ કોંક્રિટથી બનતા જતા મકાનો ને કારણે પોતાના માળા બાંધી શકતી નથી. આવનારી પેઢી માટે ચકલી એ પ્રાણી સંગ્રહાલય પુરતી મર્યાદિત ન થય જાય તે માટે કાળજી લેવી જરૂરી છે તેમજ લુપ્ત થઈ જતી ચકલીની પ્રજાતી ને આવા કાર્યક્રમો દ્વારા બચાવી લેવી જોઈએ. વધુ પડતાં પ્રદુષણ ને કારણે શહેરના વાતાવરણ માં ચકલીઓનુ અસ્તીત્વ જોખમમાં મુકાયેલ છે એમ મોવિયા ધામ વડવાળી જગ્યા ના ગાદીપતિ પુજ્ય મહંત શ્રી ભરતબાપુ ની યાદી માં જણાવાયું છે.

error: Content is protected !!