HHMC એજ્યુકેશનલ કેમ્પસમાં યુ.કેના ડેલીગેશન તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ટતાની શોધ થીમ ઉપર શિક્ષણ સાથે સંસ્કાર અંગે કાર્યક્રમ યોજાયો.

અન્યનું પરીક્ષણ છોડી પોતાનું નિરીક્ષણ થાય એ સૂઝનો સ્ત્રોત એટલે શિક્ષણ- ડો. મતાઉદ્દીન ચિશ્તી.

 

યુ.કેના ડેલીગેશને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ પૂરું પાડી બાળકો અને શિક્ષકો સાથે અસરકારક પધ્ધતિઓ પર કાર્ય કર્યું. વિધ્યાર્થીઓના વિકાસ અને વૈશ્વિક તકો માટે આગામી અનેક કાર્યક્રમો પર ચર્ચા કરાઇ.

મોટામિયાં માંગરોલ : પાલેજ પાસે એચએચએમસી એજ્યુકેશનલ કેમ્પસમાં શિક્ષણ અને સંસ્કાર અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,
અઠવાડિયા સુધી યુ.કેનું ડેલિગેશન HHMC એજ્યુકેશનલ કેમ્પસમાં રોકાઈ વિવિધ શિક્ષણને લગતી પ્રવૃતિઓ, અને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ પૂરું પાડવા અને શિક્ષકો તથા વિધાર્થીઓ સાથે રહી વિસ્તૃત રીતે ઉચ્ચ શિક્ષણ મેળવવાની કલાસ દીઠ ચર્ચાઓ કરવામાં આવી હતી.આ પ્રસંગે યુ.કેથી પધારેલ મહેમાનો સહિત આસપાસના ગામજનો ઉપસ્થિત રહ્યા હતા, શાળાના ઇન્ચાર્જ આચાર્ય ડો. ગ્લોરિયા દ્વારા એજ્યુકેશન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, વિવિધ કોન્સેપ્ટ ઉપર ખૂબ જ સુંદર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવેલ શાળાના બાળકો દ્વારા ખૂબ સુંદર કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. જયારે સમગ્ર કાર્યક્રમનું આયોજન મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીના ગાદીપતિ હઝરત સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેના સાનિધ્યમાં કરવામાં આવેલ હતું. ડો. મતાઉદ્દીન ચિશ્તીસાહેબે બાળકોના શિક્ષણ ઉપર ભાર મુકેલ હતો તેમજ બાળકોને શિક્ષણ આપવામાં મા-બાપ અને શિક્ષકોની અગત્યની ભૂમિકા છે, બાળકોને વૈશ્વિક તકો પુરી પાડવામાં આવે એ દિશામાં તમામ પ્રયાસ કરવામાં આવશે, કેળવણી માટે સૌનો સહકાર આવશ્યક છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અન્યનું પરીક્ષણ છોડી પોતાનું નિરીક્ષણ થાય એ સૂઝનો સ્ત્રોત એટલે શિક્ષણ, શિક્ષણ સાથે સામાન્ય જ્ઞાન પણ અતિશય આવશ્યક છે.


શિક્ષણવિદ્ ડો. અદમ ટંકારવીએ મેનેજમેન્ટની દૂરંદેશી અને આગામી આયોજનોને બિરદાવી શિક્ષકગણની મહેનતને બિરદાવી હતી. તેમના સાહિત્યક્ષેત્રે યોગદાન બદલ સન્માન કરાયુ હતું. શિક્ષણશાસ્ત્રી જેનેટ ડેન્ટએ પોતાના અંગ્રેજી વક્તવ્યમાં ઉપસ્થિત શ્રોતાઓને વિદ્યા-જ્ઞાન
અનુભવ, અને આવડતનું મિશ્રણ જોઈ આનંદની લાગણી અનુભવી હતી તેમ જણાવ્યું હતું. મીસ. રૂશલ ડિસોઝાએ વિધાર્થીઓને આગળ કેમ અભ્યાસ કરી શકાય તેની માહિતી પૂરી પાડી હતી.
ઈમ્તિયાઝ પટેલે પોતાની આગવી ભાષામાં રોકાણના દિવસના શિક્ષણ અંગેના સુખદ અનુભવોની વાત રજૂ કરી હતી. જયારે અઝીઝ ટંકારવીએ સરળ ભાષામાં શિક્ષણની અંગ્રેજી વાતનો સાર રજૂ કર્યો હતો. પૂર્ણાહુતિ પ્રસંગે સૌએ શિક્ષણ, સમાજ, વિજ્ઞાન, સંશોધન, સર્જનાત્મકતા, વ્યવસ્થાપનના વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિત વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને જ્ઞાન પૂરું પાડ્યું હતું. સૌની મહેનતે HHMC કેમ્પસમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(સલીમ પટેલ દ્રારા)

error: Content is protected !!