જામવાાડી પાસેથી એક હજાર લિટર દેશી દારૂ સાથે રાણાવાવનો બુટલેગર ઝડપાયો.

શાપરમાં સપ્લાય કરે તે પહેલા જ ગોંડલ તાલુકા પોલીસ ટીમે રમેશ રબારીને દબોચી દારૂ અને કાર મળી રૂા.7.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: ટીંબી નેશના સપ્લાયર ગોવિંદ ગળચરની શોધખોળ

જામવાડી પાસે નેશનલ હાઈવે પરથી પસાર થતી ઈનોવા કારમાંથી એક હજાર લીટર દેશી દારૂ સાથે રાણાવાવના રમેશ રબારીને દબોચી પોલીસે રૂા.7.26 લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.એચ. ઝાલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા

ત્યારે જામવાડી પાસે નેશનલ હાઈવે પર દેશી દારૂનો જથ્થો ભરેલ કાર પસાર થવાની છે. તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ એ.આર. ગંભીર અને કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા સહીતનો સ્ટાફ જામવાડી પાસે હાઈવે પર વોચમાં હતો ત્યારે પસાર થતી ઈનોવા કાર નં. જીજે 01 આરએ 9043ને અટકાવી ડ્રાઈવરને નીચે ઉતારી તેનું નામ પુછતા રમેશ રામા કોડીયાતર (ઉ.23) (રહે. આદીત્યાણા, રાણાવાવ) જણાવ્યું હતું પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી 25 બાચકા મળી આવ્યા હતા.

જેમાંથી દેશી દારૂ એક હજાર લીટર મળી આવતા આરોપીની દેશી દારૂ અને કાર મળી રૂા.7.26 લાખના મુદામાલ સાથે દબોચી પુછપરછ હાથ દરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તેને દારૂનો જથ્થો તે રાણાવાવના ટીંબી નેશ રહેતો ગોવિંદ ગળચર ભરી દીધો હતો અને શાપર સપ્લાય કરવાનું કહ્યું હતું. અને શાપર પહોંચ્યા બાદ તેને ફોન કરી સપ્લાયરનું નામ અને સરનામું જણાવવાનો હતો. પોલીસે ગોવિંદ ગળચરની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પકડાયેલા રમેશ રબારી રબારી વિરૂધ્ધ પોરબંદર જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં દારૂના અનેક ગુના નોંધાયેલ છે.

error: Content is protected !!