ગોંડલ નગરપાલિકા વેરો ઉઘરાવવા માટે આધુનિક બની, ગુજરાત – સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આ યોજનાનો ગોંડલ નગરપાલિકામાં અમલ.

ગોંડલ નગરપાલિકાનો વસ્તી અને વ્યાપ દિવસેને દિવસે વધી રહી હોય વેરા વસુલાત માટે લોકોને લાંબી લાઈનો કે કતારોમાં ઉભું રહેવું ન પડે તે માટે પીઓએસ મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે જેને લઇ પાલિકા ના કર્મચારીઓ ઘરે-ઘરે દુકાને દુકાને ફરી વેરો ઉઘરાવી શકશે અને તાકીદે જ લોકોને પહોંચ પણ આપી શકશે.

નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી ઉપર પ્રમુખ ગૌતમભાઈ સિંધવ કારોબારી ચેરમેન ઓમ દેવશી જાડેજા નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા અને ધિમંત કુમાર વ્યાસ, RCM ની હાજરીમાં શહેરમાં પ્રજાજનો માટે ઘરે ઘરે ડોર ટુ ડોર પીઓએસ મશીનની મદદથી ટેક્ષ કલેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત સંદર્ભે ફેડરલ બેંક સાથે ટાઇપ કરવામાં આવતા બેંક દ્વારા પીઓએસ મશીન પુરા પાડવામાં આવ્યા હતા, યુએસ મશીનનો વોર્ડ વાઈઝ ઉપયોગ કરી નગરપાલિકાના કર્મચારી મશીન લઈ ડોર ટુ ડોર ઘરે-ઘરે દુકાને દુકાને ફરશે અને ત્યાં લોકોની પાસેથી જે બાકી ટેક્સ હોય એ લોકો ત્યાં ઓન ધ સ્પોટ ટેક્સ ભરે તો તરત ત્યાં ને ત્યાં પહોંચ પણ આપી દેશે.

નગરપાલિકાને ટેક્સ કલેક્શન ની ઝુંબેશ માં સુવિધા મળશે લોકોને પણ એવી સુવિધા નો લાભ મળશે જેથી કોઈ લાઈનમાં નહિ ઉભા રહેવું પડે તેમજ કોઈ ને ઓનલાઇન પોતાની જાતે કરવાનો કોઈ પ્રયત્ન પણ નહીં કરવો પડે, લોકો ટેક્ષ ભરે તેની પહોંચ આપી દેવામાં આવશે અને બીજા દિવસે પાલિકાની અધિકૃત પહોંચ પણ પહોંચતી કરી દેવામાં આવશે અને આ માટે અલગથી કોઈ સર્વિસ ચાર્જ પણ ભરવાનો રહેશે નહીં તેવું અંતમાં જણાવ્યું હતું

error: Content is protected !!