HHMC એડ્યુ. કેમ્પસ ખાતે અનોખા અભિગમ સાથે મુખ્ય મહેમાન તરીકે સ્પેશ્યલી-એબલ્ડ બાળકના હસ્તે ધ્વજારોહણ કરી ૭૪માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ.

26 જાન્યુઆરી, 2023ના રોજ, પાલેજ પાસે આવેલ HHMC એડ્યુ. કેમ્પસ ખાતે સ્કૂલે ભારતીય બંધારણની 74મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ સમારોહ યોજ્યો હતો. યુકેજીના સ્પેશ્યલી-એબલ્ડ વિદ્યાર્થી હસનૈન એ. પટેલને કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સમારોહની શરૂઆત પરંપરાગત રીતે કરવામાં આવી હતી, મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત શાળાના જ વિધ્યાર્થીનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યુ હતું, તેમની માતાએ આ સુવર્ણ તક અને અનોખા વિચારથી શરૂઆત માટે મેનેજમેન્ટનો આભાર વ્યકત કર્યો હતો. આ સમારોહમાં વિવિધ વર્ગોના વિધ્યાર્થીઓ- વિધ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય પર્વની પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સૌએ સમગ્ર કેમ્પસ પરિવાર, મેનેજમેન્ટ, ઇનચાર્જ આચાર્ય, શિક્ષકગણ સહિત તમામ સ્ટાફની મહેનત, હિંમત અને દ્રઢતા માટે પણ વખાણ થયા હતા. આ સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ પ્રાદેશિક વેશભૂષા સહિત કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા,

જેને શ્રોતાઓએ તાળીઓ અને ઉત્સાહથી વધાવ્યા હતા. આ પર્વ દરમિયાન દેશની વિવિધતા અને એકતાની ઉજવણી તેમજ આપણા દેશના નાયકો દ્વારા કરવામાં આવેલા બલિદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિધાર્થીને અનેક નાના મોટા ઇવેન્ટ થકી નૈતિક, શારિરીક, માનસિક રીતે પ્રોત્સાહિત કરી તેઓની શક્તિઓને સમય આવે વેગવાન બનાવી શકાય અને કેમ્પસ માટે આજનો દિવસ ખરેખર ગર્વની ક્ષણ હતી જણાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પાલેજના માર્ગો પર દેશભક્તિનો ભાવ જોવા મળ્યો હતો, જેમા સ્થાનિક પોલિસ અને વહિવટી તંત્રએ ખુબ સારો સહકાર આપ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનોખા અભિગમ, વૈવિધ્યસભરતા અને જીવંત વાતાવરણની સૌએ સમારંભની પ્રશંસા કરી હતી.

error: Content is protected !!