ગોંડલના શ્રમજીવી પરિવારના છ વર્ષના બાળકને નવજીવન આપતા ગોંડલના ધારાસભ્ય ગીતાબા.

બાળકના પેટમાં એપેન્‍ડિકસની ગાંઠ ફાટતા ૫ કલાકમાં ઓપરેશન કરવું પડે તેવી સ્‍થિતી સર્જાઇ હતી

ગોંડલના આશાપુરા સોસાયટી નદીકાંઠાના વિસ્‍તારમાં રહેતા રાજેશભાઈ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનુ છ વર્ષનું બાળક બીમાર પડતાᅠ નાની મોટી સારવાર કરાવી હતી. છતા બીમારી દુર થવાનુ નામ લેતીના હતી. સારવારમાᅠ ઘરમાં બચતનીᅠ જે રકમ હતી તે પણ પૂર્ણ થયેલ છતા બાળકનું સચોટ નિદાન પણ થતું ન હતું.આમ ને આમ બાળકનીᅠ તબિયત બગડતી જતી હતી.

આવી વિપરીત પરિસ્‍થિતિમાં રાજેશભાઈ દ્વારા યુવા નેતા ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા નગરપાલિકાના દંડક રાજેન્‍દ્રસિંહ જાડેજા નો સંપર્ક કરવામાં આવતા બાળકનેᅠગોંડલની રામ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. તે દરમિયાન ડો.શાહ દ્વારા તમામ રિપોર્ટ સોનોગ્રાફી કરી નિદાન કરવામાં આવતા ખ્‍યાલ આવ્‍યો કે આ બાળકને એપેન્‍ડિક્‍સની ગાંઠનો પેટમાં બ્‍લાસ્‍ટ થયેલ છે

 

તાત્‍કાલિક પાંચ કલાકમાં ઓપરેશન કરવું પડે અને આ ઓપરેશન રાજકોટની કોઈ નામાંકિત ખાનગી હોસ્‍પિટલમાં જ શક્‍ય છે. ગંભીરતા જાણી રાજેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ ની વ્‍યવસ્‍થા કરી બાળક ને રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં પહોંચાડેલᅠ હતુ.પરંતુ શ્રમિક પરિવાર પાસે સરકારનું આયુષ્‍યમાન કાર્ડ પણ હતું નહીં અને રાજકોટની સરકારી હોસ્‍પિટલમાં આ ઓપરેશન તાત્‍કાલિક શક્‍ય પણ હતું નહીં

આવી પરિસ્‍થિતિમાં રાજેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજા નો સંપર્ક કરી તમામ સત્‍ય હકીકત જણાવતા ધારાસભ્‍ય ગીતાબાનુᅠ હૃદય દ્રવ્‍ય ઉઠ્‍યું હતું અને ખાનગી હોસ્‍પિટલનો તમામ ખર્ચ આપવા તૈયારી દર્શાવી અને ખાનગી હોસ્‍પિટલના ડોકટરોને ભલામણ પણ કરી આપી તેની જવાબદારી સ્‍વીકારી. આમᅠ છ વર્ષના નાનકડા ભૂલકાંᅠ રોનકનું સફળતાપૂર્વક ઓપરેશન પાર પડતાં બાળકના માતા પિતામાં હર્ષની લાગણી પ્રગટ થઈ સાથે ચિંતાતુર ચહેરા પર રોનક પણ આવી. આ બાળકને હોસ્‍પિટલમાંથી રજા આપતાᅠ ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા દંડક રાજેન્‍દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ આ પરિવારની રૂબરૂ મુલાકાત કરી બાળકના ખબર અંતર પૂછ્‍યા હતા.

આ સત્‍કાર્યમાં રાજકોટ (વાવડી) યુવા અગ્રણી કનકસિંહ જાડેજા તથા નગરપાલિકા એમ્‍બ્‍યુલન્‍સના ડ્રાઇવર ગૌરવભાઈ દુધરેજીયા તથા રાજેશભાઈ લુણાગરીયા એ પણ માનવતા ભરીᅠ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!