થર્ટી ફાસ્ટને લઈને જેતપુર સિટી પોલીસ અને જીલ્લા પોલીસની ઢીલી નીતિનો લાભ ઊઠવી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ: દારૂનો જથ્થો જડપી પાડ્યો.

આગામી 31 ડિસેમ્બરની પાર્ટીઓ અને ઉજવણીમાં લોકો નશીતી વસ્તુઓનું સેવન વધારે પ્રમાણમાં કરતાં હોય છે ત્યારે આ અટકાવવા પોલીસ દ્વારા કડક તપાસ અને કાર્યવાહી કરવા સૂચનાઓ છેઃ ત્યારે જેતપુર સિટી પોલીસની અને જિલ્લા પોલીસની 31 ડિસેમ્બરની કકડ કાર્યવાહીની કામગીરી પર સવાલોની સોઈ ઊભી કરી દઈને સ્ટેટ મોનીટરીંગ સેલે સપાટો બોલાવી દીધો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં એક બૂટલેગરના ઘરે દરોડો પાડી દારૂના જથ્થા સાથે તેની પત્નીને પકડી પાડી છે જ્યારે બૂટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે કૂવાડવા પોલીસ મથક હેઠળ આવતાં નવાગામના ગોડાઉનમાં ત્રાટકીને નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલના DYSP કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ PSI આર.એ.જાડેજા સહિતની ટીમે બાતમીના આધારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અમરનગર રોડ પર વિવેકાનંદ સ્કૂલ પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં ત્રાટકીને દારૂની 192 બોટલ પકડી પાડી હતી. દરોડો પાડ્યો એ સમયે બૂટલેગર ત્યાં હાજર નહોતો પરંતુ તેની પત્ની અમિતાબેન પ્રવીણભાઈ ગાંડુભાઈ ઠેસીયા ત્યાં હાજર હોય તેને નોટિસ ફટકારાઈ હતી જ્યારે બૂટલેગર પ્રવિણ ગાંડુભાઈ ઠેસીયા હાજર નહીં મળી આવતાં તેને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી 72000 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 192 બોટલ, એક વાહન મળી કુલ રૂ. 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે થર્ટી ફર્સ્ટ હોવાને કારણે બૂટલેગરો પ્યાસીઓ સુધી કોઈ પણ ભોગે દારૂ પહોંચવા માટે મેદાને ઉતરી ગયા છે ત્યારે સ્થાનિક પોલીસની સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલે બૂટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવી દેવાનું નક્કી કર્યું હોય તેમ બૂટલેગરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસની નબળી અને કામગીરીનો લાભ ઉઠાવીને સ્ટેટ મોનીટરીંગ સેલે કરેલ રેડ બાદ સ્થાની પોલીસ પર જિલ્લા પોલીસ વડા એક્શન લેશે કે પછી તેમને બચાવવા અને કમાવું દીકરાને સાચવવા અને ભૂલો અને નબળી કામગીરી છવારવા પ્રયત્ન કરે છે તે તો આવનાર દિવસોમાં જ ખ્યાલ આવશે ત્યારે જેતપુર વિસ્તારમાં અનેક દારૂના અડ્ડાઓ ચાલે છે અને પોલીસ તેમના પર કારવાહી નહીં કરતી હોવાનું પણ સ્થાનિકોએ જાનવ્યું છે જેમાં જિલ્લા પોલીસની પણ કામગીરી શંકામાં હોવાનું લોકોએ જણાવ્યું હતું ત્યારે સ્થાનિક પોલીસની રહેમદિલી હેઠળ ચાલતા અડ્ડાઓ પર જો સ્ટેટ મોનીટરીંગ સેલ રેડ પાડે તો કેટલુંય ખૂલે તેમજ છે અને ઘણું બધુ ચાલે છે તેવું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

 

error: Content is protected !!