ગોંડલના બન્‍ને ‘બાહુબલી’ઓને પોલીસની નજર તળે લઇ લેવાયા:જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે ગોંડલમાં કેમ્‍પ કર્યોઃ આવતીકાલે મતદાનમાં નવાજુની ન થાય તે માટે પોલીસ સાબદી.

ગોંડલની અતિસંવેદનશીલ વિધાનસભા બેઠક ઉપર આવતીકાલે મતદાન દરમિયાન કોઇ નવાજુની ન સર્જાય તે માટે પોલીસ સાબદી બની ગઇ છે. જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે પોતાનો હંગામી કેમ્‍પ ગોંડલમાં શરૂ કરી દીધો છે. આ બેઠક ઉપર છેક ૧૯૯૮ની સાલથી ભાજપ તરફથી ઉમેદવારી કરી રહેલા જયરાજસિંહ જાડેજા પરિવાર સામે આ વખતે રીબડા જુથે પોતાના પુત્ર કે અન્‍ય બે થી ત્રણ વ્‍યકિતઓના નામ ઉમેદવારી માટે સુચવ્‍યા ત્‍યારથી ગોંડલ અને આસપાસના પંથકમાં ભારેલા અગ્ની જેવી સ્‍થિતિ સર્જાઇ છે.

આ બેઠક પરથી છેલ્લા દિવસોમાં વર્તમાન ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનું નામ મોવડી મંડળે જાહેર કર્યા બાદ થોડા દિવસ ઠંડા પડી ગયેલા માહોલમાં ચારેક દિવસથી ફરી ગરમાવો આવી ગયો છે. જાહેરસભાઓમાં જયરાજસિંહ જાડેજાએ રીબડા જુથને ચેલેન્‍જ કર્યા બાદ ગઇકાલે અનિરૂધ્‍ધસિંહ રીબડા અને તેમના પિતા પુર્વ ધારાસભ્‍ય શ્રી મહિપતસિંહ જાડેજાએ પત્રકાર પરીષદ બોલાવી ખુલ્લેઆમ ભાજપ વિરૂધ્‍ધ મતદાન કરવા અપીલ કરવા સાથે ખાંડા ખખડાવતા પોલીસની દોડધામ વધી ગઇ છે.

આ વચ્‍ચે આજે તકેદારીના પગલા રૂપે જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્‍ધસિંહ જાડેજા ઉપર જીલ્લા પોલીસની મહત્‍વની ગણાતી ક્રાઇમ બ્રાન્‍ચ અને એસઓજીની ટુકડીઓ તૈનાત કરી દેવાઇ છે. એક રીતે જોઇએ તો બંન્ને બાહુબલીઓને પોલીસે તેમની નજરકેદમાં લઇ લીધા છે.

આવતીકાલે સવારે ૮ વાગ્‍યાથી સાંજે પ વાગ્‍યા સુધી મતદાન યોજાશે. બંન્ને જુથો પોતાનું ધાર્યુ કરાવવા મેદાને પડશે. આ દરમિયાન કોઇ અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે પોલીસ વધુ સક્રિય બની ગઇ છે. ખાસ કરીને રીબડા આસપાસના ગામો, ભુણાવા, રીબ, કોલીથડ, અનડગઢ, સિંધાવદર, ઉમવાડા, નાના મહીકા, મોટા મહીકા, વાડધરી, દાળીયા, મુંગા વાવડી સહીતના ૧૪ ગામોમાં પોલીસે સજ્જડ બંદોબસ્‍ત ગોઠવી દીધો છે. રેન્‍જ આઇજી સહીતના ઉચ્‍ચ અધિકારીઓ ગોંડલની કાયદો અને વ્‍યવસ્‍થા સંચવાઇ રહે તે માટે સતત સક્રિય બન્‍યા છે.

17 thoughts on “ગોંડલના બન્‍ને ‘બાહુબલી’ઓને પોલીસની નજર તળે લઇ લેવાયા:જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે ગોંડલમાં કેમ્‍પ કર્યોઃ આવતીકાલે મતદાનમાં નવાજુની ન થાય તે માટે પોલીસ સાબદી.

 1. Pingback: Lincoln Georgis
 2. Pingback: Reba Fleurantin
 3. Pingback: Lila Lovely
 4. Pingback: premium-domains
 5. Pingback: valentines gift
 6. Pingback: valentine gift
 7. Pingback: Click Here
 8. Pingback: Click Here
 9. Pingback: Click Here
 10. Pingback: Click Here
 11. Pingback: Click Here
 12. Pingback: Click Here
 13. Pingback: Click Here
 14. Pingback: Click Here
 15. Pingback: Click Here

Comments are closed.

error: Content is protected !!