ગોંડલમાં સૌથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવો : ચૂંટણી પંચ.

સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જયરાજસિંહે ભુણાવા ગામમાં ચૂંટણી સભામાં ખુલ્લે આમ ધમકી આપતા રીબડાના અનિરૂદ્ધસિંહે કોંગ્રેસને મત આપીને જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું કહેતા ચૂંટણીમાં મોટી નવા જુની થવાના એંધાણ થયા છે. જે બાબતને ધ્યાનમાં લઇને ચૂંટણીપંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવા માટે સુચના આપી છે. જેને પગલે ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન આઇપીએસ અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ જ ઉભા કરી દેવાયા છે. તો એસઆરપી અને સીઆરપીએફની અનેક કંપનીઓને તૈનાત કરાવવા માટે સુચના આપી છે.
જયરાજસિંહ અને અનિરૂધ્ધસિંહના નિવેદનો પછી નવાજૂની થવાના એંધાણ
આ અંગેના વિડીયો વાયરલ થતા ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ગોંડલમાં સૌથી મોટા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સુચના આપી હતી. જેમાં ગોંડલ વિધાનસભામાં આવતા તમામ ગામડા અને વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક સતત મોનીટરીંગ કરીને બે-બે કલાકના અંતરે રિપોર્ટ આપવા માટે પણ જણાવાયું છે.
રાજકોટ રેંજ આઇજી અશોક યાદવે જણાવ્યું કે ગોંડલની બેઠક સૌરાષ્ટ્રમાં સંવેદનશીલ છે. જેથી ગોંડલમાં રાજકોટ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ અને સિનિયર આઇપીએસ તેમજ ડીવાયએસપી સ્તરના અધિકારીઓના કેમ્પ જ ગોંડલમાં મુકવાની સુચના રાજકોટના જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે.
ખાસ કરીને રીબડા અને ગોંડલ જુથ વચ્ચેના સંવેદનશીલ ગામોમાં લશ્કરી અને અર્ધ લશ્કરી દળો પણ કાર્યરત રહે છે. આ સાથે તમામ ગામોમાં વિડીયોગ્રાફી પણ કરાશે. આ બાબત પરિણામ સુધી ચાલુ રહેશે.
બીજી તરફ પોલીસે ભાજપના સિનિયર નેતાઓની મદદ લઇને જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહને સમજાવવા સોમવારે સાંજ સુધી પ્રયત્ન કર્યા હતા. પરંતુ, બંને જુથ હવે આમને સામને આવી ગયા હોવાથી સમજાવટનું પરિણામ મળી શક્યું નથી.

20 thoughts on “ગોંડલમાં સૌથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવો : ચૂંટણી પંચ.

 1. Pingback: Beverly Bultron
 2. Pingback: Reba Fleurantin
 3. Pingback: Cory Chase
 4. Pingback: Lila Lovely BBW
 5. Pingback: premium-domains
 6. Pingback: Homework Help
 7. Pingback: valentine pillow
 8. Pingback: valentine pillow
 9. Pingback: allergies
 10. Pingback: Click Here
 11. Pingback: Click Here
 12. Pingback: Click Here
 13. Pingback: Click Here
 14. Pingback: Click Here
 15. Pingback: Click Here

Comments are closed.

error: Content is protected !!