ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલને ભારતની ટોચની 500 સ્કૂલમાંથી સ્કૂલ એક્સલેન્સ એવોર્ડ આપવામાં આવ્યો.

“તમે સેવેલા સપના સાકાર થઇ શકે છે. ફક્ત તમારે સાકાર કરવા સતત પુરુષાર્થ કરતા રહેવું જોઈએ.”

ગંગોત્રી સ્કૂલ પરિવારએ એક ગૌરવશાળી સફળતા મેળવી છે, જે ગંગોત્રી પરિવાર માટે ગર્વની ક્ષણ છે કારણ કે ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલને ભારતની ટોચની 500 સ્કૂલમાંથી સ્કૂલ એક્સલેન્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ એક માત્ર એવી સ્કૂલ છે જેને ભારતની ટોચની 500 સ્કૂલમાં સમાવિષ્ટ કરી ફરી પુરસ્કૃત કરવામાં આવી છે.

આ પુરસ્કાર શ્રી એસ. પી. સિંહ બધેલ સર (કાયદા અને ન્યાય રાજ્યમંત્રી, ભારત સરકાર) દ્વારા આપવામાં આવ્યો. આ ઇવેન્ટનું આયોજન ET TECH X અને Brain Feed દ્વારા દિલ્હી ખાતે આયોજિત તેમની 10 મી નેશનલ કોન્ફરન્સમાં કરવામાં આવ્યુ હતું. ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અને ફાઉન્ડર સંદીપ છોટાળાએ શ્રી એસ. પી. સિંહ બધેલ સર સાથે વાર્તાલાપ કરી શિક્ષણ વિશે પોતાનાં વિચારો અને દ્રષ્ટિની આપ-લે કરી. સમર્પિત ટીમ વર્ક, સતત શીખવાની વૃત્તિ, તેમજ નવીનતા લાવવાનો પ્રયાસ તેમજ ધ્યેયલક્ષી અભિગમ આ બધા વિના આ પુરસ્કાર મેળવવો એ અશક્ય હતું.
અમે અમારા શિક્ષકો અને ટીમનો તેમના પુરુષાર્થ અને સમર્પણ માટે આભાર માનીએ છીએ. અમે અમારા વિદ્યાર્થીઓના માતા-પિતાના સતત મળતા સહયોગ બદલ તેમજ ગંગોત્રી સ્કૂલમાં વિશ્વાસ મુકવા બદલ આભાર માનીએ છીએ.

error: Content is protected !!