ભારતીય મૂળના ઋુષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે.

ભારતીય મૂળના ઋષિ સુનકનું બ્રિટનના પ્રધાનમંત્રી બનવાનું નક્કી થઈ ગયું છે. કંઝર્વેટિવ પાર્ટીના નેતા ઋુષિ સુનક લિઝ ટ્રસના સ્થાને બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે. દિવાળીના અવસર પર સાંજે 6.30 કલાકે ઋષિ સુનકના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઋષિ સુનક લિઝ ટ્રસનું સ્થાન લેશે, જે ફક્ત 45 દિવસ માટે પીએમ હતા. સુનક, બોરિસ જોન્સન અને પેની મોર્ડોન્ટ આગામી બ્રિટિશ પીએમની રેસમાં હતા. જોનસને પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. સુનક હવે બ્રિટનના પ્રથમ એશિયન પ્રધાનમંત્રી બનશે. સુનક 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી પદે શપથ ગ્રહણ કરશે
લિઝ ટ્રસના જવાની સાથે જ ભારતીય મૂળના ઋષિ સુનકે પીએમ પદ પર દાવો કર્યો હતો. બંનેએ કન્ઝર્વેટિવ પાર્ટીની અંદર થોડા મહિના પહેલા યોજાયેલી ચૂંટણીમાં પીએમ પદ માટે ઘણી મહેનત કરી હતી અને ઋષિ બીજા ક્રમે આવ્યા હતા. ઋષિ સુનક કન્ઝર્વેટિવ સાંસદોના પ્રિય છે અને નાણાકીય બાબતોની પણ સારી સમજ ધરાવે છે. હકીકતમાં તેઓ ભૂતકાળમાં નાણામંત્રી રહી ચૂક્યા છે. પીએમ પદ માટેની ચૂંટણીમાં તેમણે ટ્રસને ટક્કર આપી હતી. બ્રિટનમાં પીએમ પદ માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સામાન્ય માણસ પર મોંઘવારીનું દબાણ ઓછું કરવું એ એક મોટો એજન્ડા બની ગયો હતો. આવી સ્થિતિમાં લિઝ ટ્રસ લોભામણી વચનો આપીને પીએમ બન્યા હતા પરંતુ તેમનો એક્શન પ્લાન નિષ્ફળ ગયો હતો. હવે સુનક સામાન્ય જનતાને આ બધામાંથી કેવી રીતે છુટકારો અપાવવામાં મદદ કરશે, તે જોવાનું રહેશે.

આ પહેલા સુનકે ટ્વીટ કર્યું હતું- અમારી સામે ખુબ મોટા પડકાર છે. પરંતુ જો આપણે સારી રીતે પસંદ કરીએ તો અવસર અસાધારણ છે. મારો કામ કરવાનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે, અમારી સામે જે મોટી સમસ્યાઓ છે, તેનો સામનો કરવા માટે સ્પષ્ટ યોજના છે અને હું 2019ના ઘોષણાપત્રમાં આપેલા વચનો પર કામ કરીશ.

2 thoughts on “ભારતીય મૂળના ઋુષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે.

Comments are closed.

error: Content is protected !!