ઈન્ડોનેશિયામાં કફ સિરપે વર્તાવ્યો કહેર ૯૯ બાળકોના મોત.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ દવા આયાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્તરે બનાવવામાં આવી હતી

આફ્રિકન દેશ ગામ્બિયામાં ભારતમાંથી કફ સિરપ ખાવાથી ૬૯ બાળકોના મોત બાદ હવે ઈન્ડોનેશિયાએ કફ સિરપની તમામ દવાઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈન્ડોનેશિયાના જણાવ્યા અનુસાર, અમુક સિરપમાં એવા પદાર્થો મળી આવ્યા છે જે એક્યુટ કિડની ઈન્જરી માટે જવાબદાર છે. આ તત્વોના કારણે હવે આ વર્ષે ઈન્ડોનેશિયામાં ૯૯ નાના બાળકોના મોત થયા છે. જાે કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ દવા આયાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્તરે બનાવવામાં આવી હતી.
ઈન્ડોનેશિયાના આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓએ બાળકોમાં છદ્ભૈં ના લગભગ ૨૦૦ કેસ નોંધ્યા છે, જેમાંથી મોટાભાગના પાંચ વર્ષથી ઓછી ઉંમરના હતા. ચેતવણી એ પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ મહિનાની શરૂઆતમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ ચાર કફ સિરપ પર વૈશ્વિક ચેતવણી જારી કરી હતી જે ગામ્બિયામાં ૬૯ બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલી હતી.

ઈન્ડોનેશિયાના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, સ્થાનિક રીતે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓમાં પણ આ જ રાસાયણિક સંયોજન મળી આવ્યું છે.


આ મુદ્દે ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે આયાત કરનાર દેશ દવાને બજારમાં મોકલતા પહેલા તેની તપાસ કરે છે. અહીં, હરિયાણા ડ્રગ કંટ્રોલર અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને મળીને મામલાની તપાસ શરૂ કરી છે. તેને તપાસમાં જાણવા મળ્યું કે મેઇડન ફાર્માએ દવા બનાવતી વખતે કેટલાક જરૂરી પગલાં લીધા ન હતા. ઉપરાંત, એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો, જેની એક્સપાયરી ડેટ પસાર થઈ ગઈ હોય.હરિયાણા સરકારે કંપનીની સોનીપત ફેક્ટરીમાં ઉત્પાદન બંધ કરી દીધું છે. ભારત સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને એવા દસ્તાવેજાે મોકલવા કહ્યું છે જે સ્થાપિત કરી શકે કે આ મૃત્યુ સીરપથી સંબંધિત છે. આ દસ્તાવેજાેની સમીક્ષા કરવા માટે ચાર સભ્યોની સમિતિની પણ રચના કરવામાં આવી છે.

2 thoughts on “ઈન્ડોનેશિયામાં કફ સિરપે વર્તાવ્યો કહેર ૯૯ બાળકોના મોત.

Comments are closed.

error: Content is protected !!