ગોંડલમાં પ્લાસ્ટીકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ: માલ-સામાન ખાખ થતા પાંચ લાખનું નુકશાન.

ટાકડાનો તણખો પડતા ઘટના: છ ફાયર ફાઈટરોએ ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ.

ગોંડલના ઉદ્યોગનગરમાં પ્લાસ્ટીકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા માલ સામાન ખાખ થતા રૂા.પાંચ લાખનું નુકશાન થવા પામેલ છે. આ ઘટનાની જાણ થતા જ રાજકોટના 2, જેતપુરના 1 અને ગોંડલના 3 મળી કુલ 6 ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આ ઘટના અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે ગોંડલના ઉદ્યોગનગરમાં પ્લાસ્ટીકના સ્ક્રેપના ગોડાઉનમાં આગની આ ઘટના ઘટતા અફડાતફડી મચી જવા પામી હતી.

ગોડાઉનમાં પડેલી પ્લાસ્ટીકની બોરીઓમાં ફટાકડાનો તણખલો પડતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. ધુમાડાના ગોટેગોટા દુર દુર દેખાયા હતા. લોકોના ટોળેટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ ગોંડલ, રાજકોટ અને જેતપુરના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે 3 કલાક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનાને લઈને નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, સુધરાઈ સભ્ય મનિષભાઈ રૈયાણી, આસીફભાઈ ઝકરીયા, ફાયર ઓફીસર અને શહેર પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયેલ હતી આ બનાવ અંગે તપાસ હાથ ધરાયેલ છે.

error: Content is protected !!