ગુજરાતના દરિયાથી પકડાયું ૨૦૦ કરોડનું ડ્રગ્સ, પંજાબની જેલમાં બંધ આરોપીએ મંગાવ્યું હતું.

ડ્રગ્સ મામલે હવે ગુજરાતનું તંત્ર એક્ટિવ બન્યું છે. ગૂજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી અંદાજે ૨૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. પંજાબની જેલમાં બંધ નાઇજિરિયન શખ્સે આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. ડ્રગ્સ સાથે કુલ ૬ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે. 

ગુજરાત એટીએસએ વધુ એક વખત ડ્રગઝ માફિયાઓ પર તવાઈ બોલાવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત છ્‌જી દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આઇએમબીએલ પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ૨૦૦ કરોડથી વધુના ડ્રગ્સ સાથે ૬ પાકિસ્તાની શખ્સો પકડાયા છે. આ ડ્રગ્સનો જથ્થો પંજાબની જેલમાં બંદ એક નાઝીરિયન આરોપીએ મંગાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાતની દરિયાઈ સીમાની અંદર કેટલાક નોટિકલ માઇલ્સ પાકિસ્તાનની મરીન સીમામાં જઈને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.

આ ઓપરેશમાં કુલ છ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી એક બોટ પણ કબજે કરાઈ છે. તમામ પાસેથી કુલ ૪૦ હેરોઇનના પેકેટ મળી આવ્યા છે.

3 thoughts on “ગુજરાતના દરિયાથી પકડાયું ૨૦૦ કરોડનું ડ્રગ્સ, પંજાબની જેલમાં બંધ આરોપીએ મંગાવ્યું હતું.

Comments are closed.

error: Content is protected !!