ગુજરાત ભરમાં દારૂ જુગાર ઉપર સપાટો બોલાવતા સ્ટેટ મોનિટરિંગ સેલ નાં એસ.પી.નિર્લીપ્ત રાય.
ગુજરાત ના વિવિધ શહિરો મા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડી ને મોટા પ્રમાણ મા વિદેશી દારુ નો જથ્થો ઝડપવા મા આવી રહ્યો છે. જયારે હાલ જ અંજારમાં એક વર્ષથી પાર્ટનરશીપમાં ચાલતા જુગાર ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યા બાદ હવે રાજસ્થાનથી પડાણા પહોંચેલા ભચાઉના બુટલેગરના રૂ.8.11 લાખના દારૂ-બિયર સાથે ચાલકને પકડતાં પુર્વ કચ્છ બેડામાં રીતસર હડકંપ મચી જવા પામ્યો છે. જયારે હવે સ્થાનિક પોલીસ પણ આ બાબતે એક્ટીવ જોવા મળી રહી છે.
જ્યારે હાલજ ગાંધીનગર એસએમસીની ટીમ ને પીએસઆઇ એસ.આર.શર્માને ભચાઉ પહોંચતાં બાતમી મળી હતી કે,રાજસ્થાન તરફથી કચ્છ પાસિંગના ટેંકરમાં વિદેશી દારુનો જથ્થો આવી રહ્યો છે અને ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા જાડેજાને ત્યાં ખાલી કરવાના છે. જયારે આ બાતમી ને આધારે રૂ.8,11,180 ની કિંમતના દારૂ અને બિયરના 3127 બોટલો અને ટીન મળી આવતાં ચાલક માંગીલાલની અટક કરી હતી જયારે જથ્થો મગાવનાર અશોકસિંહ ઉર્ફે મામા જાડેજા અને તપાસમાં જે નીકળે તેમના વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવી તપાસ સોંપી હતી.
102 thoughts on “ગુજરાત ભરમાં દારૂ જુગાર ઉપર સપાટો બોલાવતા સ્ટેટ મોનિટરિંગ સેલ નાં એસ.પી.નિર્લીપ્ત રાય.”
Comments are closed.