ગોંડલની ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલની દાદાગીરી – ફી ભરવાની બાકી હોવા સબબ વિદ્યાર્થીને સ્કુલમાં પગ ન મુકવા ધમકી | ફી બાકી હોવા સબબ સગીર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવા સબબની ફરિયાદ બાદ તાપસના હૂકમ.

 

રાજકોટ જિલ્લા કલેકટર, રાજકોટ ગ્રામ્ય એસ.પી. તથા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બનાવ અંગે તપાસ ના હુકમ કર્યા.

ગોંડલની ધોળકીયા સ્કુલની દાદાગીરી – ફી ભરવાની બાકી હોવા સબબ વિદ્યાર્થીને સ્કુલમાં પગ ન મુકવા ધમકી | ફી બાકી હોવા સબબ સગીર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવા સબબની ફરિયાદ કલેકટરશ્રીને કરાઇ જાણવા મળતી વિગતો મુજબ ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ કે જે અગાઉ ઓક્સફર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ તરીકે કાર્યરત હતી તે સ્કૂલ માં ધોરણ ૭માં અભ્યાસ કરતા દક્ષરાજ જડેજા નામના વિદ્યાર્થી ઉપર ફી બાકી હોવાથી માનસિક ત્રાસ આપ્યા સબબની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે.

ફરિયાદ કરવામાં આવેલા આક્ષેપો મુજબ વિદ્યાર્થી ની માત્ર ૧૭ હજાર જેટલી નજીવી ફી બાકી હોય વિદ્યાર્થી ના વાલીને સ્કૂલે બોલાવી બાકી ફી ભરવા સ્કૂલ નાં પ્રિન્સિપાલ દ્વારા દબાણ કરવામાં આવેલ ત્યારે વાલીએ બાકી રહેલ ફી પાંચ થી છ દિવસમાં ચૂકવી આપશે તેવી તૈયારી બતાવેલ પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ચોખ્ખુ પરખાવી દેવામાં આવેલ હતું કે ફી ની વ્યવસ્થા થાય નહીં ત્યાં સુધી તમારા પુત્ર દક્ષરાજને સ્કૂલે મોકલશો નહીં અને તેમ છતાં મોકલશો તો અમે સ્કૂલ માં મુકવા દઇશું નહીં આ સિવાય વિદ્યાર્થી નાં જણાવ્યા મુજબ ફી બાકી હોવાથી અવારનવાર શિક્ષકો તેને ચાલુ કલાસ માં રોકટોક કરવામાં આવતો હતો અને અન્ય વિદ્યાર્થીઓ સામે તેને ઉતારી પાડવામાં આવતો ઘણી વખત કલાસની બહાર ઉભો રાખી દેવામાં આવતો જે બાળક ઉપર માનસિક ત્રાસ સમાન છે.

રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ પ્રાથમિક શિક્ષણ મેળવવું એ દરેક બાળકો નો બંધારણીય હકક છે કોઈપણ સ્કૂલ ફી બાકી હોવા સબબ કાઢી મુકી શકે નહીં તેની ઉપર કોઈપણ પ્રકારનો માનસિક ત્રાસ ગુજારી શકે નહીં. વિદ્યાર્થીના વાલી એ આ અંગે સ્કૂલ ના સંચાલકો વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ ની કલમ ૭૫ મુજબ ની ફરિયાદ રાજકોટ કલેકટરશ્રી,તેમજ ચાઈલ્ડ વેલ્ફેર ઓફીસશ્રી, લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીએ રાજકોટ ગ્રામ્ય એસ.પી તથા જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસ નો હુકમ કર્યો છે અને કાયદા અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. આ બનાવમાં વિદ્યાર્થીના વાલીએ ગુજરાતનાં જાણીતા કાનૂની સલાહકાર સંજય પંડિત પાસેથી કાનૂની સલાહ અને સેવા મેળવેલ હતી.

error: Content is protected !!