એકવીસમી સદીમાં ગુણવત્તાયુક્ત અને અવગુણમુક્ત જીવનનું સરનામું એટલે જ ગુરુ – ડો. મતાઉદ્દીન ચિશ્તી.

દર વર્ષે તમામ ધર્મો અને સમુદાયનાં લોકોને પ્રેરણા મળે એવા હકારાત્મક સંદેશથી અનેકના જીનવમાં પરિવર્તન લાવવાનું અને સમાજમાં માનવતાનો સંદેશ પહોંચાડવાનું ઉમદા કાર્ય નોંધનીય છે.

હિન્દુ-મુસ્લિમ એકતાના અનોખા માહોલમાં ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી.

ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે વર્ષોની પરંપરા અનુસાર ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉજવણી કરવામાં આવી હતી, ઘેર-ઘેર ગાય પાળો,કોમી એકતા, ભાઈચારો માનવસેવા વ્યસનમુક્તિ,ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ વરસાદી માહોલને લઇ મોટામિયાં માંગરોલની મુખ્ય ગાદીએ તથા તેમના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ ખાતે મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા.

વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે, આજકાલ આપણે સૌ વ્યવહાર, વ્યાપાર તેમજ શિક્ષણથી લઇ વિવિધ ક્ષેત્રોમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપતા હોઇએ છીએ પરંતું જીવનનાં સંદર્ભે ગુણવત્તા જળવાતી નથી, અને જો જીવનમાં જ ગુણવત્તાનો અભાવ હશે તો જીવનયાત્રાનો હેતુ સિધ્ધ નહી થઇ શકે.


ગુરુના અભાવથી ગુણવત્તા, અને ગુણવત્તાના અભાવથી જીવનમાં ગૂંચવણ ઉભી થાય છે, એટલે એકવીસમી સદીમાં ગુણવત્તાયુક્ત અને અવગુણમુક્ત જીવનનું સરનામું એટલે જ સાચા ગુરુ. આ દિવસનો મહિમા જીવનને યોગ્ય દિશા બતાવવાનો છે. ગતિશીલ સમયમાં ભલે ઘણુંય સદા ગતિમાં રહેતું હોય પરંતુ એમાં પણ ગુણવત્તાનું સ્થાન માખરે હોવું જોઇએ, પ્રાચીનકાળથી લઇ આધુનિક કાળમાં પણ અધ્યાત્મનો ઉદ્દેશ જન કલ્યાણ છે, માટે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવા સંકલ્પ કરવો જોઇએ, સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. તમામ શ્રધ્ધાળુઓ માટે નાસ્તા સહિત અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

error: Content is protected !!