ગુજરાત માલધારી મહાપંચાયતના હળવદ તાલુકા કન્વીનર તરીકે ગોપાલભાઈ દોરાલાની નિમણૂક.

માલધારી સમાજમાં સામાજિક, રાજનૈતિક ક્રાંતિ માટે યોગદાન આપવા સંગઠનની મહત્વની ભૂમિકા.

હળવદ પંથકના ભરવાડ-માલધારી સમાજના સક્રિય આગેવાન અને સમાજ માટે સતત અગ્રેસર રહીને સેવાકીય કાર્યો કરતા ગોપાલભાઈ દોરાલાને સમાજના હિત માટે પૂરતું પ્લેટફોર્મ મળે તે માટે ગુજરાત માલધારી મહાપંચાયતના હળવદ તાલુકા કન્વીનર તરીકે ગોપાલભાઈ દોરાલાની નિમણૂક કરવામાં આવી છે. માલધારી સમાજમાં સામાજિક, રાજનૈતિક ક્રાંતિ માટે યોગદાન આપવા સંગઠનની મહત્વની ભૂમિકા રહી છે.

હળવદ પંથકના ભરવાડ સમ્યજના અગ્રણી ગોપાલભાઈ મશરૂભાઈ દોરાલાના સમાજ હિતના સતત કાર્યો તેમજ સમાજ પ્રત્યે તેમની નિષ્ઠા અન સમાજના કામો કરવાની લગન જોઈને ગુજરાત માલધારી મહાપંચાયતના હળવદ તાલુકા કન્વીનર તરીકે ગોપાલભાઈ દોરાલાની નિમણૂક કરવામાં આવી છે. આ સંગઠનની ભૂમિકા સમાજમાં બદલાવ અને માલધારીની રાજનૈતિક અને સામાજિક ક્રાંતિ માટે મહત્વની રહી હોવાથી તેમને સોંપેલી આ જવાબદારી પુરી નિષ્ઠાથી નિભાવવા અને ગુજરાત માલધારી મહાપંચાયતના માધ્યમથી સમાજના યુવાનો અને વડીલોની શક્તિને યોગ્ય દિશા વાળી સમાજનો સર્વાંગી વિકાસ કરવામાં યોગદાન આપવા સંગઠનના પ્રમુખે રઘુભાઈ દેસાઈએ જણાવ્યું છે.

ગુજરાત માલધારી મહાપંચાયતના હળવદ તાલુકા કન્વીનર તરીકે ગોપાલભાઈ દોરાલાની નિમણૂક થતા સમાજના અગ્રણીઓ, સગા-સ્નેહીઓ, મિત્રો સહિતનાએ તેમણે અભિનંદન પાઠવ્યા છે.

રિપોર્ટર:- અમિતજી વિંધાણી.હળવદ

error: Content is protected !!