ગોંડલ ની શ્રી ઓરો સ્કુલ દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી ઓરો સ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.

શ્રી આરો સ્કુલ ની ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને માધ્યમોના નાના-મોટા ધોરણના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ યોગા કરીને યોગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેનું વિશેષ જ્ઞાન જાણીતા યોગ ટ્રેનર હેતલબેન પાસેથી મેળવ્યુ હતું. આ તકે શાળાના ચેરમેન શ્રી ઋષિસર વિરડીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓને સત્કાર કરવામાં આવ્યા હતા.

તથા આ તકે સોનીસર દ્વારા પ્રાસગિક પ્રવચન આપવામાં આવ્યુ હતું તથા આ તકે શાળાના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકગણ તથા ઉપસ્થિત આમંત્રિત તમામ લોકોનો શાળાના ચેરમેન શ્રી ઋષિસર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ તકે યોગા કરતાં વિદ્યાર્થીઓની ઐતિહાસિક પળોની તસવીરો દશ્યમાન થાય છે.

error: Content is protected !!