ગોંડલ ભાજપના આગેવાન વિરૂધ્‍ધ ૪૧ લાખનો ચેક પાછો ફર્યાની ગોંડલની કોર્ટમાં ફરિયાદ.

ગોંડલના એડી. ચીફ. જયુડી. મેજી કોર્ટએ ભા. જ. પ.ના આગેવાન ગોંડલ ના રહેવાસી કિશોરભાઈ આંદીપરા વિરુદ્ધ એન. આર. આઈ. દ્વારા કરવામાં આવેલ રૂ. ૪૧,૨૩,૦૦૦/- ચેક રિટર્ન ની ફરિયાદ રજીસ્‍ટરે લઈ આગળ ની કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવેલ છે.

બનાવ ની ટુંક હકિકત એવી છે કે ગોંડલના રહેવાસી અને ભા.જ.પ સાથે સંકળાયેલ કિશોરભાઇ છગનભાઇ આંદીપરા વિરુદ્ધ ગોંડલના રહેવાસી એન. આર. આઈ. સાધનાબેન કીર્તિભાઈ મકાતીએ તેના કૂલ મુખત્‍યાર રાજેશભાઈ લાલજીભાઇ સખીયા મારફત રૂ.૪૧,૨૩,૦૦૦/- ના ચેક રિટર્ન ની ફરિયાદ કરેલ છે.

આ ફરિયાદ માં કરવામાં આવેલ આક્ષેપો મુજબ  કિશોરભાઇ અંદીપરા એ બમણબોર ખાતે આવેલ તેની એવરેસ્‍ટ પ્‍લાસ્‍ટિક પ્રા. લી. વાળી જમીન કે જે રાજકોટ નાગરિક સહકારી બેન્‍ક લી. માં ગીરો પડેલ હતી જે જમીન ફરીયાદી ને ખરીદવા મોટી મોટી વાતો કરી ફરીયાદી પાસેથી રકમ રૂ. ૪૦૫૦૦૦૦/- જેટલી રકમ આરોપીએ પોતાની કંપની ના ખાતા માં જમા કરવી ત્‍યાર બાદ જમીન નો દસ્‍તાવેજ ફરીયાદી ને કરી આપેલ નહિ અને ત્‍યાર બાદ ફરિયાદ અને આરોપી વચ્‍ચે નોટિસ વ્‍યવહારો કરવામાં આવેલ અને અંતે કિશોરભાઇ અંદીપરા એ ફરીયાદી સાથે રકમ રૂ. ૬૧,૨૩,૦૦૦/- માં સમાધાન કરી તે પેટે રકમ ની ચુકવણી કરવા રૂ.૪૧,૨૩,૦૦૦/- નો ચેક આપેલ જે ચેક ફરીયાદી એ બેન્‍ક માં નાખતા વગર ચુકવણે સાઇન ડિફર ના શેરા સાથે પરત ફરેલ જે અંગે ફરીયાદીએ આરોપી કિશોરભાઇને વકીલ શ્રી મારફત ચેક રિટર્ન ની નોટિસ આપેલ પરંતુ આરોપી એ નાણાં ચૂકવેલ નહિ જેથી ફરીયાદી એ તેના કૂલ મુખત્‍યાર મારફત ચેક રિટર્ન ની ફરિયાદ ગોંડલ કોર્ટમાં કરતા આ ફરિયાદ રજીસ્‍ટરે લઈ કોર્ટએ આગળની કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે એન. આર. આઈ. વતી પંડિત એશોસીટ્‍સ ના એડવોકેટ કલ્‍પેશ એન. મોરી, એડવોકેટ આર. આર. બસીયા, એડવોકેટ વૈશાલી વિઠલાણી, એડવોકેટ મિથિલેસ પરમાર રોકાયેલ છે તથા કાનુની સલાહકાર તરીકે શ્રી સંજય પંડિત સેવા આપી રહેલ છે.

error: Content is protected !!