હળવદ ની પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ નું આયોજન થયું

આજરોજ હળવદ ખાતે આવેલ શ્રી પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં અંગદાન અંગે ની વિશેષ માહિતી શ્રી દિલીપભાઈ દેશમુખ દ્વારા પૂરી પાડવામાં આવી હતી

જેમાં કોણ અંગદાન કરી શકે કોને અંગદાન ની જરૂર છે અને કયા અંગ પ્રત્યારોપણ થઈ શકે તેવી માહિતી વિસ્તૃત રીતે દિલીપ દાદા એ આપી હતી આ કાર્યક્રમ માં હળવદ માં રહેતા નવીનભાઈ ના દીકરી જાહ્નવી ને તેની બંને કિડની ફેઇલ થતાં તેમના માતા કૈલાશબેન એ કિડની ની દાન આપી દીકરી ના જીવન માં અજવાળું કર્યું હતું ત્યારે તે માતા અને દીકરી નું સન્માન કર્યું હતું તેમજ હળવદ ના ભટ્ટફડી માં રહેતા અનીરુધભાઈ દવે નું લિવર ફેઇલિયર થતાં તેમને સુરત ના ગીતાબેન દ્વારા લિવર નું દાન મળતા 2016 ની સાલ માં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું ત્યારે અંગદાન પ્રાપ્ત કરનાર અને દીકરી ને કિડની નું દાન કરનાર બધા ખૂબ સ્વસ્થતા થી પોતાનું જીવન જીવી રહ્યા છે અને તેઓએ પણ અંગદાન કરવા માટે આપિલ કરી હતી ત્યારે આજ ના આ કાર્યક્રમ માં હાજર સૌ ને અંગદાન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અને નર્સિંગ કોલેજ ની બહેનો ભવિષ્ય માં જ્યા પણ ફરજ બજાવે ત્યાં અંગદાન અંગે ની જાગૃતિ લાવે તેવા શુભ આશય થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ , ધારાસભ્ય શ્રી પરસોતમભાઇ સાબરીયા , બીપીનભાઈ દવે , રણછોડભાઈ દલવાડી , મામલતદાર નાનજીભાઈ ભાટી , કેતનભાઈ દવે , રવજીભાઈ દલવાડી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ નું સંકલન પતંજલિ કોલેજ ના સંચાલક ડૉ.અલ્પેશભાઈ સીનોજીયા અને સામાજિક કાર્યકર તપનભાઇ દવે એ કર્યું હતું

રીપોર્ટર અમિતજી વિંધાણી. હળવદ

error: Content is protected !!