બિહારમાં સેનાની ‘અગ્નિપથ’ સ્કીમનો વિરોધ : બક્સરમાં ટ્રેન પર પથ્થરમારો : મુઝફરપુરમાં રસ્તા જામ.

બિહારમાં પાટલીપુત્ર એક્સપ્રેસ પર યુવાનો દ્વારા પથ્થરબાજી : મુઝફ્ફરપુરમાં પણ સેનામાં ભરતી કરવા સામે યુવકોનો વિરોધ

મુઝ્ફ્ફરપુર : યુવાનોને ૪ વર્ષ સુધી સેનાકીય તાલીમ આપી તેમને ‘અગ્નિવીર’ બનાવવાની યોજના, ‘અગ્નિપથ’ સામે, બિહારમાં યુવાનો દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે. બક્સરમાં યુવાનોએ ‘પાટલીપુત્ર એક્સપ્રેસ’ પર ભારે પથ્થરબાજી કરી હતી. જ્યારે મુઝ્ફ્ફરપુરમાં લોકો સડક ઉપર ઉતરી આવ્યા હતા.

બક્સરના રેલ્વે સ્ટેશન ઉપર જન-શતાબ્દિ એક્સપ્રેસ આશરે ૧૮ મિનિટ સુધી પ્લેટ ફોર્મ નં. એક ઉપર ઉભી રાખવી પડી હતી. આથી રેલવે વહીવટી તંત્ર અને રેલવેના યાત્રીઓને મુશ્કેલી સહન કરવી પડી હતી.

મુઝફ્ફરપુરમાં પણ સેનામાં ભર્તી કરવાના વિરોધમાં યુવાનોનું વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું છે. તેમણે રેલ્વે સ્ટેશન નજીકના ચક્કર ચોકમાં ટાયરો બાળી રસ્તાઓ જામ કરી દીધા હતા. ઉપરાંત ચક્કર મેદાન પાસેના ગોબરશાહી ચોક અને સદર થાણા પાસેના ભગવાનપુર ગોલમ્બરમાં પણ યુવાનોએ ટાયરો વગેરે સળગાવી નેશનલ હાઇવે નં.- ૨૮ જામ કરી દીધો હતો.

યુવાનો વિરોધ એટલા માટ કરે છ કે, આ રીતે ૪ વર્ષ સુધી તેમની રોજી છીનવાઈ જશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (મંગળવારે) સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્રણે સેનાઓના વડાઓની સાથે બેઠક યોજી હતી તેમાં ‘અગ્નિપથ’ સ્કીમ નિશ્ચિત કરાઈ હતી આ યોજના નીચે ૧૭.૫ વર્ષથી વધુ વયના અને ૨૧ વર્ષ સુધીના યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે લશ્કરી તાલીમ આપવા માટે ભરતી કરવામાં આવનાર છે. તેમને તે ચારે વર્ષ દરમિયાન નોકરી પણ મળવાની છે તેમાંથી ૨૫ ટકા ચુનંદા યુવાનોને લશ્કરમાં ભરતી પણ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. જો કે તે ૨૫ ટકા યુવાનો માટે વિશેષ સ્ક્રીનીંગ કરવામાં આવનાર છે.

અગ્નિવીર તરીકે કાર્યરત રહેલા યુવાનોને સેનામુક્તિ પછી ૧૧ લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે તેમ પણ આ યોજના અંગે નિશ્ચિત કરાયું છે.

આ યોજના અંગે નિરીક્ષકોનું કહેવું છે કે, ચીન અને જાપન ઉપરાંત પશ્ચિમના તમામ દેશોમાં દરેક યુવાન માટે ‘મિલિટરી ટ્રેનિંગ’ ફરજીયાત છે. ૧૯૬૨માં ચીન સામે ભારતને મળેલી પછડાટ પછી દરેક સકારી સ્કૂલો અને કોલેજોમાં એનસીસી- નેશનલ કેડેટ કોર્પની તાલીમ ફરજીયાત હતી. ધોરણ ૮થી ૧૨ સુધીના જુનિયર ડિવિઝન કહેવાતું જ્યારે કોલેજ લેવલનું સિનિયર ડિવિઝન કહેવાતું સીનીયર ડીવીઝનમાં તો માત્ર રાયફલ જ નહી પરંતુ મશીનગન ચલાવવાની તાલીમ અપાતી. જુનિયર અને સિનિયર ડિવિઝન બંનેમાં ટાર્ગેટ પ્રેક્ટિસ દર ત્રણ મહિને યોજાતી તેમાં A, B અને C સર્ટિફિકેટસ પણ અપાતા ઉપરાંત દેશભરમાં રાયફલ ક્લબ સ્થાપવામાં આવી હતી તે ભૂલવું ન જોઈએ (બેયોનેટ ફાઇટ ઘણી મહત્ત્વની તાલીમ હતી.)

અગ્નિપથ યોજના અંગે કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહે જાહેર કર્યું છે કે, અગ્નિપથ સ્કીમ નીચે તૈયાર થયેલા યુવાનોને અર્ધ સૈનિક દળોમાં નોકરી અંગે પ્રાથમિકતા અપાશે.

error: Content is protected !!