સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર.

 

અંદાજિત ૧૦,૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ.

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કાચા-પાકા મકાનો અને ઝુંપડાઓનું ડિમોલીસન કરીને જગ્યાઓ દબાણ મુક્ત કરવામાં આવી રહી છે.

આજરોજ રાજકોટના રૈયાાધાર વિસ્તાર નજીકના સર્વે નં ૩૧૮ના પ્લોટ નં ૬૫/૨ ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા ૧૫ જેટલા કાચા-પાકા મકાનો તથા ૫ જેટલા ઝુંપડાઓ તથા નવું નિર્માણ પામી રહેલા બાંધકામનું ડિમોલીસન કરવામાં આવ્યું હતું. સર્વે નં ૩૧૮માં રૈયા થી ધંટેશ્વર જવાના ૪૦ ફુટના રોડ ઉપર આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

તેમજ સર્વે નં ૩૧૮ માં રૈયાધાર નજીક આવેલ સરદાર ચોક પાસે ને ઝુંપડા અને અડધું બાંધેલુ મકાન તોડી પાડીને જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

 

આ વિસ્તારમાં અન્ય ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા નોટીસ પાઠવવામાં આવી છે. અંદાજીત ૧૦,૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.

આ તકે પશ્ચિમ મામલતદાર શ્રી જાનકી પટેલે કહ્યું, ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ થાય તો દબાણકર્તા વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!