ગોંડલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

તમામ રોગના ૧૬ જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમેએ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ કરીને જરૂરી દવાઓનું રાહતદરે વિતરણ કરાયું આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે ગોંડલમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને સર્વ રોગ નિદાન યોજીને એક અનોખા વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગોંડલની એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવી હતી.

ગોંડલ એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એસ.જી. હોસ્પિટલ- ગોંડલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ  કેમ્પમાં ગોંડલના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, નગરિક બેન્કના ચેરમેન અશોકભાઈ પીપળીયા, નગર પાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, ઉપ પ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભાર્ગવભાઈ આંદીપરા,સાધુસંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટય કરીને આ કેમ્પને ખુલો મુકવામાં આવ્યો હતો.

ગોંડલ એસ.જી.હોસ્પિટલ દ્વારા આ કેમ્પમાં મગજ ,કરોડરજ્જુ, ઓર્થોપેડિક સર્જન, છાતીના રોગો, લેપ્રોસ્કોપી, આંખના સર્જન, પ્રસૃતી – સ્ત્રીરોગ, અન્નનળી, આંતરડા, પેટ, લીવર, વાળ – ચામડી, હૃદયરોગ, દાંત, પેઢા, ફિઝયોથેરાપીસ્ટ, કાન,નાક,ગળા જેવા તમામ રોગના ૧૬ જેટલા  નિષ્ણાત ડોક્ટરોની ટીમેએ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ કરીને જરૂરી દવાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું

આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.ત્યારે આ કેમ્પ વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે એક અનોખો પ્રેરણાદાયક બનેલ હતો.આ કેમ્પમાં ગોંડલના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ  અને તેમની ટીમ તેમજ ગોંડલ નગરપાલિકાના સહયોગથી કેમ્પ ને સફળ બનાવવામાં આવ્યો હતો.ત્યારે આ કેમ્પનું સંચાલન ડો. સુલતાન ગુંગા દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!