PGVCL ગોંડલ દ્વારા માનવંતા નિયમિત ગ્રાહકોનું સન્માન કરાયું.

ગોંડલ પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી હેઠળની શહેર, ગ્રામ્ય-1 તથા 2, વાસાવડ, તથા કોટડા સાંગાણી પેટા વિભાગીય કચેરી હેઠળના માનવંતા ગ્રાહકોકે જેઓ દ્વારા તેમના વિજબીલની રકમ વિજબીલ મળ્યાના દિવસ 5માં ભરપાઈ કરેલ હોય અને આ નિયમિતતા સતત એક વર્ષ સુધી જાળવી રાખેલ હોય તેવા કુલ 13 ગ્રાહકોના ઘરે ઘરે ઢોલ નગારા સાથે કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સ્થાનિક રાજકીય આગેવાનોને સાથે રાખી આવા ગ્રાહકોના ઘેર જઈ પુષ્પગુચ્છ તથા સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

આ તકે ગોંડલ શહેર ખાતે યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, ગોંડલ માર્કેટિંગ યાર્ડના તથા નગર સેવા સદનના પદાધિકારીઓ, તથા કંપની વતી કાર્યપાલક ઈજનેર બી. સી રાઠોડ હાજર રહેલ હતા, તેમજ વાસાવડ ખાતે રાજકોટ ગ્રામ્યના અધિક્ષક ઈજનેર શ્રી પી જે મહેતા હાજર રહેલ હતા, આ જ રીતે કોટડા, ગ્રામ્ય 1 તથા 2માં સ્થાનિક આગેવાનો, સરપંચ તથા કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહી અને ગ્રાહકોને સન્માનિત કરેલ હતા.

આ તકે નાનીબજાર સાંઘાણીશેરીમાં રહેતા રમાબેન ચુનીલાલ શેઠ જણાવ્યું હતુંકે પી.જી.વી.સી.એલ છેતે ગ્રાહકોને લાઈટ નો પ્રકાશ આપી લોકોને આંખ આપવામાંનું કામ કરી છે. વધુમાં રમાબેનએ જણાવ્યું હતુંકે મારી 70 વર્ષની ઉંમરે ચાલી પણ શકતીન હોય બિલ આવ્યાના ત્રીજા દિવસે બિલ ભરી આપે છે જે લોકો 6 મહિના સુધી બિલ નથી ભરતાતે પોતાનું વીજ બિલ સમયસર ભરી પોતાની કર્તવ્ય અને ફરજ નિભાવે.

error: Content is protected !!