આટકોટમાં કે.ડી.પી. હોસ્પિટલની મુલાકાત બાદ જસદણમાં પદાધિકારીઓ – અધિકારીઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપતા મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીપ્ર:ધાનમંત્રીશ્રીના કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કરતાં મંત્રીશ્રીઓ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ સંચાલિત નવનિર્મિત કે.ડી.પી. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે તા. ૨૮-૫-૨૦૨૨ ના રોજ પધારનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે રાજ્યના ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને તેમજ વાહનવ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્થિતીમાં જસદણ ખાતે સંબંધિત મહાનુભાવો, અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. તેમજ મંત્રીશ્રીઓએ આટકોટમાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ લોકાર્પણ થનાર છે તે કે.ડી.પી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

જસદણમાં કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ બેઠકનું સંચાલન કર્યું હતું. કલેકટરશ્રીએ હેલિપેડ, ડોમ, કોન્વોય, પાર્કિંગ વગેરેની થઈ રહેલી વ્યવસ્થાના આયોજનની માહિતી આપી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડરીયા, ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળિયા, મેયર ડો. પ્રદીપ ડવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી પ્રાંત અધિકારીશ્રી કે.ટી.બાટી, રેન્જ આઇ.જી.શ્રી સંદીપ સિંઘ, પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ કે.ડી.પી. હોસ્પિટલના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભરતભાઇ બોધરા, પ્રમુખ બાબુભાઈ અસલાલિયા, ટ્રસ્ટીશ્રી પરેશભાઈ ગજેરા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!