Gondal-ગોંડલ કોર્ટએ ચેક રીટર્ન કેસ માં ત્રણ હજાર નો દંડ અને છ માસ ની સજા ફટકારી.

ચેક રીટર્નના કેસમાં ચેકની પૂરી રકમ સાથે ૩૦૦૦ રૂપિયા નો દંડ અને છ માસની સજા.

ચેક રીટર્નના કેસમાં ચેકની પૂરી રકમ ૭૯,૬૬૪/- સાથે ૩૦૦૦ રૂપિયા નો દંડ અને છ માસની સજા ફટકારી છે. એટલુજ નહિ ચેકની પૂરી રકમ એક માસમાં ના ભરપાઈ કરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરાયો છે. આ અંગે મળતી વિગતો મુજબ ગોડલમાં આવેલ શ્રી કેશવ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માંથી ગોંડલ ના ઘનજીભાઈ વૈષ્ણવએ ધંધા માટે લોન લીધી હતી. આ લોનની રકમની ચુકવણી માટે ધનજીભાઈ વૈષ્ણવ એ ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં રજુ કરતા બેલેન્સના અભાવે રીટર્ન થયો હતો.બાદમાં ગોંડલ શાખાના મેનેજર શ્રી ભગીરથસિંહ જાડેજા એ વકીલ શ્રી પરેશભાઈ રામાણી મારફતે કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસ ચાલી જતા એડી. જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રિયા દુઆ સાહેબની કોર્ટે દ્વારા આરોપીને ચેકની પૂરી રકમ ૭૯,૬૬૪/- સાથે ૩૦૦૦ રૂપિયા નો દંડ અને છ માસની સજા ફટકારી છે. આ કેસમાં કેશવ ક્રેડીટ ગોંડલ શાખા ના પેનલ એડવોકેટ શ્રી પરેશ રામાણી અને મેનેજર ભગીરથસિંહ જાડેજા રોકાયેલા હતા.

error: Content is protected !!