Dhoraji-Rajkot-ધોરાજીના સુપેડી ગામની સીમમાં જુગાર રમતાં છ પત્તા પ્રેમી ઝડપાયા : પોલીસની કાર્યવાહી.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસીંગ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ, જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે જેતપુર ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ તથા ધોરાજી પો. સ્ટે.ના પો.ઇન્સ. એ.બી.ગોહિલની રાહબરી હેઠળ ધોરાજી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચોકકસ હકીકત મેળવી ધોરાજી પો.સ્ટે. વિસ્તારના સુપેડી ગામની સીમમાં આવેલ જગદીશભાઇ રાજાભાઇ વાછાણી (રહે. સુપેડી ગામ હવેલી શેરી ચોરા પાસે, તા. ધોરાજી) લાઇટ પાણી તથા જુગારનું સાહિત્ય પુરૂ પાડી નાલ ઉઘરાવી પોતાના કબ્જા ભોગવટાની સુપેડી ગામની આથમણી સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાં પૈસા પાના વતી હારજીતનો જુગાર રમી રમાડી કુલ છ ઇસમોને પકડી પાડી ધોરાજી પો.સ્ટે.માં ગુનો રજી. કરાવેલ.

ઉપરોકત ગુનામાં જગદીશભાઇ રાજાભાઇ વાછાણી જાતે પટેલ(ઉ.વ.૫૭, રહે. સુપેડી ગામ, હવેલી શેરી ચોરા પાસે તા. ધોરાજી) નાનાલાલ હીરજીભાઇ ઝાલાવડીયા (જાતે પટેલ ઉ.વ.૬૫, રહ. સપેડી ગામ, સ્ટેશન પ્લોટ, બસ સ્ટેશન પાસે) સંજયભાઇ ગોકળભાઇ ગોવાણી (જાતે પટેલ ઉ.વ.૫૦ રહે. સુપેડી ગામ ગોવાણી શેરી), નટવરલાલ છગનભાઇ ગોવાણી (જાતે પટેલ ઉ.વ.૬૬, રહે. સુપેડી ગામ કોળીપા), ગીરીશ ભોવાનભાઇ વડાલીયા (જાતે પટેલ ઉ.વ.૩૮ રહે. સુપેડી ગામ સરદાર સોસાયટી હાલ રહે. રાજકોટ અંબિકા ટાઉનશીપ પાવન ભૂમિ એપાર્ટમેન્ટ મવડી), અશ્વીનભાઇ વલ્લભભાઇ ગોવાણી જાતે પટેલ (ઉ.વ.૫૯, રહે. સુપેડી ગામ, બગીચા પાસે) વગેરે આરોપી ઝડપાયા છે. કબ્જે કરેલ મુદ્દામાલમાં રોકડ રૂા.૨૭,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૬ કિ. રૂા.૨૦,૫૦૦ તથા મો.સા. નંગ નંગ પાંચ કિ. રૂા.૧,૮૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ. રૂા.૨,૩૩,૩૬૦ વગેરે ઉપરોકત કામગીરીમાં એ.બી.ગોહિલ પો.ઇન્સ., રમેશભાઇ બોદર એ.એસ.આઇ. વગેરે જોડાયેલા હતા.

error: Content is protected !!