Ribda-Gondal-રીબડામાં ચડ્ડી બનિયનધારી ગેંગ ત્રાટકી; 14.58 લાખની ચોરી ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં મધરાતે પાંચ બુકાની ત્રાટકયા; બે કારખાનામાં હાથફેરો કર્યો; સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ.

રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવતી ચડ્ડી બનીયાનધારી ટોળકીએ રીબડા ગામે આવેલ ઉમીયા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ત્રાટકી ટેરાફોલ કંપનીને નિશાન બનાવી ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ 14.58 લાખની રોકડ રકમ ઉઠાવી ગયાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીમાં દેખાતા પાંચ ચડ્ડી બનીયાનધારી શખ્સોની સઘન શોધખોળ શરૂ કરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ મવડી ગામે કણકોટ રોડ પર આવેલ ડ્રીમસીટીમાં રહેતા કારખાનેદાર પિયુષ સુભાષ રાણીપા (ઉ.35)એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાંચ ચડ્ડી બનીયાનધારી શખ્સોના નામ આપ્યા છે.

 


પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પિયુષ અને તેના બે બનેવી પિન્ટુભાઈ ઘોડાસરા અને પ્રતિકભાઈ કાવટ ભાગીદારીમાં રીબડા ઉમીયા ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ટેરાફોલ કંપની ધરાવે છે. જેમાં પ્લાસ્ટીકના પાઈપનું પ્રોડકશન કરવામાં આવે છે. રવિવારે ફરિયાદી નિત્યક્રમ મુજબ રાજકોટથી પોતાની ફેકટરી પર ગયા હતા અને રાત્રીનાં 8.30 વાગ્યે ઓફિસ બંધ કરી એડવાન્સ પેેટે આવેલા 14,58,900ની રોકડ પોતાની ઓફિસના ખાનામાં ભૂલી ગયા હતા અને રાજકોટ ઘરે આવી ગયા હતાં. દરમિયાન રાત્રીનાં એકાદ વાગ્યે ચડી બનીયાનધારી અને મોઢે બુકાની બાંધેલા પાંચ શખ્સો ફરિયાદીના કારખાનામાં ત્રાટકયા હતા અને પાછળના ભાગે આવેલ બારીની લોખંડની ગ્રીલ તોડી બે શખ્સોએ ઓફિસમાંપ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ 14,58,900ની રોકડ રકમ ઉઠાવી ગયા હતાં જ્યારે ત્રણ શખ્સો કારખાના બહાર ચોકી પહેરો કરતાં હતાં. ચડ્ડી બનીયાન ધારી ગેંગે બાજુમાં આવેલ દિનેશભાઈની માલીકીના મારૂતિ રબર નામના કારખાનામાં પણ ત્રાટકી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની સોમવારે સવારે બાજુમાં કારખાનુ ધરાવતા દિપકભાઈ સોમાણીએ ફરિયાદીને જાણ કરતાં તેઓના હોશકોશ ઉડી ગયા હતા અને મારતી મોટરે કારખાને જઈને તપાસ કરતાં ટેબલના ખાનામાં ભુલી ગયેલા રૂા.14,58,900ની રોકડ ચોરાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. આ બનાવની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં જાહેરાત કરતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચડ્ડી બનીયાનધારી ગેંગના પાંચ શખ્સોની સઘન શોધખોળ શરૂ કરી છે. આ બનાવની તપાસ પીએસઆઈ એમ.જે.પરમાર ચલાવી રહ્યાં છે.

ભૂલકણો સ્વભાવ કારખાનેદારને ભારે પડયો
રીબડા ઉમીયા ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટીકના પાઈપ બનાવવાનું કારખાનુ ધરાવતાં પિયુષ સુભાષ રાણીપા (ઉ.35) પટેલ યુવાન રવિવારે રાત્રે ઉતાવળમાં એડવાન્સ પેટે આવેલ રૂા.14,58,900ની રોકડ ઓફિસના ખાનામાં ભુલી ગયા હતા અને રાજકોટ ઘરે આવી ગયા બાદ રોકડ ઓફિસમાં પડી રહી હોવાનું યાદ આવ્યું હતું. પરંતુ રાત્રે કારખાને જવાની આળશે તસ્કરોને લાભ થઈ ગયો હતો.

error: Content is protected !!