Gandhinagar-એટીએસે બાવન ગેરકાયદે હથિયાર સાથે ૨૨ને ઝડપ્યા.

રાજ્યની બહારથી હથિયારો લાવ્યા બાદ આ હથિયારો સૌરાષ્ટ્રમાં વેચતા, ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ સૌરાષ્ટ્રના.

ગુજરાત એટીએસ સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર હથિયારોના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસએ એક મોટુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. એટીએસએ રાજ્ય બહારથી ગુજરાતમાં ઠલવાતા હથિયારોના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ ગુજરાત એટીએસએ ૫૨ જેટલાં હથિયારો સાથે ૨૨ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે, તેઓ રાજ્યની બહારથી હથિયારો લાવ્યા હતા. જે બાદ આ હથિયારોને સૌરાષ્ટ્રમાં વેચતા હતા. જો કે, ગુજરાત એટીએસએ ઝડપેલા મોટાભાગના આરોપીઓ સૌરાષ્ટ્રના જ હોવાનું સામે આવ્યું છે. હવે, આ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે અને આ હથિયારો કયા કયા રાજ્યોમાંથી લાવવામાં આવ્યા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં વધુ શખસોની સંડોવણી સામે આવી શકે છે.

ગુજરાત એટીએસએ સૌરાષ્ટ્રમાંથી ગેરકાયદેસર હથિયારોના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસએ એક ખાનગી ઓપરેશન હાથ ધરીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાથે જ ગુજરાત એટીએસએ આ ગુનામાં સંડોવાયેલા ૨૨ જેટલાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉપરાંત આરોપીઓ પાસેથી ૫૨ જેટલાં હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે, મોટાભાગના આરોપીઓ સૌરાષ્ટ્રના જ વતની છે. રાજ્ય બહારથી તેઓ આ હથિયારો લાવ્યા હતા અને સૌરાષ્ટ્રમાં તેનું વેચાણ કરતા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, પોલીસ પૂછપરછમાં આ ગેંગે એવી પણ કબૂલાત કરી કે, તેઓએ ૧૦૦થી પણ વધુ હથિયારો ગુજરાતમાં લાવીને વેચ્યા હતા. જેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. મળતી વિગતો મુજબ, એટીએસના અધિકારીઓનું કહેવું છે કે, હથિયારોનું આ નેટવર્ક છેલ્લાં બે વર્ષથી ચાલતુ હતુ. આરોપીઓ ૨૦ હજારથી લઈને ૩૫ હજારની કિંમતે હથિયારો ગુજરાતમાં લાવતા હતા. ત્યારબાદ ૪૦ હજારથી દોઢ લાખની કિંમતે આરોપીઓ આ હથિયારો વેચતા હતા. જો કે, આ હથિયારો કયા રાજ્યમાંથી લાવવામાં આવતા હતા અને કોને કોને આ હથિયારો વેચ્યા છે એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય આ હથિયારોના ગેરકાયદેસર વેચાણમાં અન્ય કોણ કોણ સામેલ છે એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!