Gondal-Rajkot-યુવતી ઉપર દુષ્‍કર્મ ગુજારનાર ગોંડલના ચોરડી ગામનો કૈલાસ પોલીસના સકંજામાં.

યુવતીને લગ્નની લાલચ આપી દુષ્‍કર્મ ગુજારનાર ગોંડલના ચોરડીના શખ્‍સને પોલીસે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા પોલીસ મથકમાં કૈલાસ ભીમજીભાઇ દાફડા રહે. ચોરડીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્‍કર્મ આચર્યાની યુવતીએ ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૭૬ બે મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીએ ફરીયાદમાં જણાવ્‍યું હતું કે કૈલાશ ભીમજીભાઇ દાફડા ગોંડલમાં આવેલા અમૃત ગેસ્‍ટ હાઉસ અને જેતપુરમાં આવેલા આશીર્વાદ ગેસ્‍ટ હાઉસમાં અનેક વખત લઇ ગયેલો હતો અને જબરજસ્‍તીથી તેની મરજી વિરૂધ્‍ધ શરીર સબંધ આપ્‍યો હતો. ગોંડલ તાલુકાના પીએસઆઇ એમ.જે.પરમાર તથા સ્‍ટાફે યુવતી ઉપર દુષ્‍કર્મ ગુજારનાર કૈલાસ દાફડાને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

error: Content is protected !!