Jetpur-Rajkot-જેતપુર તાલુકાના હરીપર ગામમાં બાજરીનું બિયારણ ખરાબ નિકળતા પાક નિષ્ફળ ગયો.

બાજરીમાં દાણા જ નાં આવતા પાક નિષ્ફળ જતા બિયારણ , દવા , ખેડ સહિતનો ખર્ચ માથે પડયો, કંપની સામે ખેડૂતની ફરિયાદ

જેતપુર તાલુકાના હરીપર ગામમાં ખેડૂતે ૪ વિઘામાં વાવેતર કરેલ બાજરીનું બિયારણ ખરાબ નિકળતા પાક નિષ્ફળ જતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે . બિયારણ , વાવેતર સહિતના ખર્ચે માથે પડતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

જેતપુર તાલુકાના હરીપર ગામમાં ઉનાળુ બાજરી પકવતા ખેડુત છનાભાઈ મુળુભાઇ ડાભીએ અવની ૫૫૫+ બાજરીનું બિયારણ જેતપુર એગ્રોની દુકનામાં થી ખરીદ્યો હતું જેનું ૪ વિધામા વાવેતર કર્યુ હતું પરંતું બિયારણ ખરાબ નિકળતા ખેડુત તેમજ ખેડૂતના ભાગીદાર રાખી મજૂરી કામ કરતા પરિવાર ઉપર પડયા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે

જેમા પહેલા અતિવૃષ્ટિથી અને હવે બિયારણ ફેલ જતાં નુકસાન થયુ છે . ફરી તૈયાર થયેલા બાજરીના પાક જે તૈયાર થવા આવ્યો છતાં ડૂંડામાં દાણા જોવાનાં મળતા ખેડુતોના ખેતરોમાં તૈયાર થયે પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતે કંપનીમા રજુઆત કર્યા બાદ પણ કંપનીમા કોઇ સાંભળવા તૈયાર ના હોય તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે હાલતો ખેડૂતોને ખેડ , બિયારણ ” દવા , પાણી સહિત મહેનત –મજુરી પણ પાણીમાં જતા ખેડૂતોને મોટુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂત દ્રારા કપની અને ડીલર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

error: Content is protected !!