Jetpur-Rajkot-જેતપુરના દેવકી ગાલોળ ગામે જે. એચ. આડતિયા હાઈસ્કૂલના શિક્ષકની રક્તતુલા કાર્યક્રમ યોજાયો.

ભૂતપૂર્વ અને વર્તમાન વિધાર્થીઓ દ્વારા ગુરુને અનોખી ગુરુદક્ષિણા આપવા કાર્યક્રમ યોજાયો

જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ખાતે જે. એચ. આડતિયા હાઈ સ્કૂલના શિક્ષક સી.જી.ઊકાણી સર તેમજ શારદાબેન બરવાળીયા વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા હોય . ઉકાણી સર તેમના તેત્રીસ વર્ષના લાંબા શિક્ષણિક જીવનમાં ખુબ સારી લોક ચાહના મેળવી છે

તેમના માયાળુ મીલન સાર સ્વભાવ થી પ્રભાવિત વાલીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક તરીકે ફરજ બજાવતા એક સાર્થક ગુરુ સી. જી. ઉકાણી અને શારદાબેનને વધુ તો શું આપી શકીએ.ત્યારે એસ.અસ.સી. બોર્ડ ૧૯૯૪ ની બેન્ચના વિઠ્ઠલ દોંગા શશીકાંત જોશી સહિતના બધા વિદ્યાર્થી મીત્રોએ વિદાય સમારંભ

યાદગાર પ્રસંગ બની રહે તે માટે અને એક ગુરુની સાચા અર્થમાં કઈક અલગ જ પ્રકારની દક્ષિણા આપવા માટે અત્યારના સમયનુ સૌથી મોટુ દાન રક્તદાન કરી રક્તતુલા કરી ગુરૂ દક્ષિણા આપવાનો નમ્ર પ્રયાસ કરેલ રક્ત દાનમા એકત્ર થયેલ રક્ત થેલેમિયા પીડિત વ્યક્તિ માટે જયદીપ બ્લડ સેન્ટર રાજકોટના સહયોગથી અર્પણ કરેલ આ તકે જેતપુર તાલુકાના ધારાસભ્ય જયેશ ભાઈ રાદડિયા , બોર્ડ મેમ્બર પ્રિય વદન ભાઈ કોરાટ , સુરેશ ભાઈ ક્યાડા , તેમજ દેવકી ગલોળ ગ્રામ પંચાયત તમામ સભ્યો . સરપંચ , અશોક ભાઈ વિશાવેલિયા રાજકીય અને સામાજિક આગેવાનો , તેમજ બહોળા વિદ્યાર્થીઓ , તેમજ બ્લડ બેંક જેતપુરના પરેશ ભાઈ વગેરે .. તેમજ દેવકી ગલોલ ગામની યુવા ટીમ તેમજ સમસ્ત ગ્રામજનોની હાજરીમાં ભવ્યાતિ ભવ્ય રીતે સંપન્ન થયો હતો .

 

error: Content is protected !!