Shapar-Veravl-તા.૨૨/૦૪/૨૦૨૨ મોટર-સાયકલ ચોરી તથા ઈન્ડસ્ટ્રીઅલ એરીયામાં ચોરી કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોને તથા આરોપી ને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  સંદીપ સિંહ  તથા પોલીસ અધિક્ષક જયપાલસિં રાઠોડ એ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના તેમજ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.પો.ઈન્સ. એ.આર.ગોહીલ ના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.રવિદેવભાઈ બારડ અને પો.કોન્સ.પ્રકાશભાઈ પરમાર, નેમીષભાઈ મહેતા ને સંયુકત રીતે મળેલ ચોકકસ બાતમી આધારે મોટર-સાયકલો તથા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ચોરી કરતા આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ને શાપર વેરાવળ પો.સ્ટે.વિસ્તારમાંથી ચોરીના મો.સા.સાથે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા આવેલ છે.
*હસ્તગત કરેલ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર*
(૧) ઈશ્વર ખેતાભાઈ સોલંકી (અનુ.જાતી) ઉવ.૧૯ રહે.શિતળા માતાના મંદીર પાસે, રામપાર્ક સોસયટી પારડી તા.લોધીકા મુળ ગામ-ખંભલાવ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર
(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
(૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
*આરોપી તથા કાયદાના સંઘર્ષ આવેલ કિશોરોએ નિચે મુજબની કબુલાત આપેલ છે.*
ગઈ તા.૧૭-૧૮/૦૪/૨૦૨૨ ના રાત્રીના આશરે બે વાગ્યા અરસામાં રાજકોટ લોધાવાડ પોલીસ ચોકી પાસે જલારામ પાન પાસે આરોપી ઈશ્વર ખેતાભાઈ સોલંકી એ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે એક કોમ્પલેક્ષ પાસે થી હિરો સ્પ્લેન્ડર મો.સા.ચોરી કરેલ હતી.( હિરો સ્પ્લેન્ડર મો.સા. રજી.નંબર GJ-03-CQ-9650)
ગઈ તા.૧૫-૧૬/૦૪/૨૦૨૨ ના રાત્રી ના રાત્રી ના ત્રણેક વાગ્યા ના અરસામાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે શાપર વેરાવળ પ્રગતી મોલ ની સામેના ભાગે મોબાઈલ ની દુકાન પાસેથી હિરો સ્પ્લેન્ડર મો.સા. ચોરી કરેલ હતુ ( હિરો સ્પ્લેન્ડર મો. સા. રજી.નંબર GJ-03-BK-6308 )
ગયા મહીનાની ૨૩ થી ૨૫ તારીખ આસપાસ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા ઈશ્વર સોલંકીએ શીતળા માંના મંદીર પાછળ આઈમાંના ઘર પાસે એક મકાન ની બહાર થી હિરો સ્પેલન્ડર મોટર-સાયકલની ચોરી કરેલ હતી. ( હિરો સ્પ્લેન્ડર મો. સા. રજી.નંબર GJ-03-FR-5023 )
એક મહીના પહેલા શાપર વેરાવળ પાન બીજનેશ પાર્ક એસ.વાય.એમ.સિંઘલ નામના કારખાના માંથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ વંડો ટપી પંદર થી વીસ વખત (લોખંડની ડાય, લોખંડના સળીયાના ટુકડા તથા કોપર વાયર ની) ચોરી કરેલ જેમાં તેની સાથે એક વખત ઈશ્વર આવેલ હતો તેમાં આશરે એક થી દોઢ ટન લોખંડના સામાન ની ચોરી કરેલ હતી.
આજથી આશરે છ દિવસ પહેલા ઢોલરા થી વિરવા ગામ જવાના રસ્તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને ઈશ્વર સોલંકી એ પાણી ખેચવાની મોટર નો કેબલ વાયર કુહાડીથી કાપી કેબલ વાયર સળગાવી તાંબા ની ચોરી કરેલ હતી.
આજથી બે મહિના પહેલા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ શાપર પાન ગેટ અંદર પુસ્તક બનાવવાના કારખાનામાંથી ૬૦૦ થી ૭૦૦ કિલો જેટલા ચોપડા-પુસ્તકો લારી લઈને ની ચોરી કરેલ હતી.
*કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને આરોપીએ કુલ ૧૦ સાયકલ ચોરી કરેલ* જેમાં શાપર વેરાવળ ક્રિએટિવ ફોર્જ પ્રિસાઇડ કાસ્ટ પાસેથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ ત્રણ ચાર દિવસ પહેલા એક હરક્યુલીસ કંપનીની સાયકલ તથા દશેક દિવસ પહેલા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ અને ઈશ્વરે શીતળા માતા મંદિર પાસેથી માશ ફોર્જ પાસેથી એક સાયકલ તથા પારડી શિતાલામાતા મંદિર પાછળ રામ પાર્ક સોસાયટી માંથી પાંચ/છ દિવસ પહેલા એક જ દિવસ માં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ અને ઈશ્વર એ ત્રણ સાયકલ ચોરી કરેલ અને પારડી જેરામ બાપા ની વાડી પાસે મેજર સિમેન્ટ પાસેથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ એક સાયકલ તથા શાપર વેરાવળ સર્વોદય માંથી એક સાયકલ ની ચોરી કરેલ દોઢ મહિના પહેલા ઈશ્વર, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ શીતળા માતા મંદિર પાસેથી પાણીના પ્લાન્ટ પાસેથી ત્રણ સાયકલ ચોરી કરેલ હતી.
શાપર વેરાવળ સરકારી દવાખાના પાસે આઠ-દસ દિવસ પહેલા રામવાડી નજીક લોખંડના બાર ના કારખાનામાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ આશરે પચાસેક કીલો લોખંડની તથા કેબલ વાયર ની ચોરી કરેલ હતી.
શાપર વેરાવળ સરકારી દવાખાના પાસે સાતેક દિવસ પહેલા રામવાડી પાસેથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ રોડ ખોદવાના બ્રેકર ની ચોરી કરેલ હતી.
આશરે દોઢેક મહીના પહેલા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ અને ઈશ્વર એ શાપર વેરાવળ માં કેપ્ટન ગેટ અંદર એક કારખાનામાંથી ચા બનાવવાના આઠ-નવ ચરખા ની ચોરી કરેલ હતી.
આશરે દસેક દિવસ પહેલા શીતળા માના મંદીર પાસે મેલડી ડીલક્સ પાન પાછળ ભંગારના ડેલામાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ અને ઈશ્વરે કેબલ વાયર,તાંબાના વાયર અને તાંબાના ટુકડા તથા મોબાઈલ ફોન ની ચોરી કરેલ હતી.
એકાદ મહીના પહેલા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ અને ઈશ્વરે શાપર વેરાવળ ગોદાવરી પાઈપ ના ગેટ ની અંદર એક કારખાનામાંથી લોખંડના બાર તથા લોખંડના સળીયા ની ચોરી કરેલ હતી.
આશરે આઠ-નવ દિવસ પહેલા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ અને ઈશ્વરે શીતળામાના મંદીર પાસેથી ત્રાપા ટેકા ની પ્લેટો તથા નવો લોખંડ નો ડેલા ની ચોરી કરેલ હતી.
*આરોપી ઈશ્વર ખેતાભાઈ સોલંકીનો ગુન્હાહિત ઈતિહાસ*
શાપર વેરાવળ પો.સ્ટે. ૦૩૫૬/૨૦૨૨ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
*આરોપી કબ્જે કરેલ મુદ્દામાલ*
(૧) હિરો સ્પ્લેન્ડર મો.સા. રજી.નંબર GJ-03-CQ-9650 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૨) હિરો સ્પ્લેન્ડર મો. સા. રજી.નંબર GJ-03-BK-6308 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૩) હિરો સ્પ્લેન્ડર મો. સા. રજી.નંબર GJ-03-FR-5023 કિ.રૂ.૨૦,૦૦૦/-
*કામગીરી કરનાર ટીમ*
પોલીસ ઇન્સપેક્ટર એ.આર. ગોહિલ, પો.સબ.ઇન્સ.એસ.જે.રાણા, એ.એસ.આઈ. મહેશભાઇ જાની, અમિતસિંહ જાડેજા,પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કોન્સ.પ્રકાશભાઈ પરમાર, નૈમિશભાઇ મેહતા. એ કામગીરી માં જોડાયેલા હતા.

શાપર-વેરાવળ:-સુનીલ પુરોહિત દ્વારા.

error: Content is protected !!