Dhoraji-Rajkot-ધોરાજી બ્લોક હેલ્થ મેળાને ખુલ્લો મૂકતા સાંસદશ્રી રમેશ ભાઈ ધડુક:૧૪ જેટલા આરોગ્ય વિભાગોમાં વિવિધ સેવાઓનો લાભ લેતા ધોરાજી તાલુકાના ૬૨૮ નાગરિકો:દરેક માનવીને સ્વાસ્થયની તમામ સેવાઓ મળી રહે તે માટે સરકારના પ્રયત્નશીલ છે:-સાંસદશ્રી રમેશભાઈ ધડુક

આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના નાગરિકોને આરોગ્ય સેવાઓ ઘર આંગણે પહોચાડી શકાય તેવા હેતુને કેન્દ્રમાં રાખીને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન વિવિધ તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

 

જેના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં શ્રીમતી હીરાબેન ઈશ્વરલાલ ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ ૬૨૮ નાગરિકોએ લીધો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી રમેશભાઈ ધડુકએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી નિઃશુલ્ક પહોંચે અને લોકોનું જીવન નિરોગી અને સ્વસ્થ રહે એવા પ્રયાસ થઈ રહ્યા છે હેલ્થ કાર્ડથી રૂ પાચ લાખ સુધીની સારવાર સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. આમ લોકોની આરોગ્ય સુખાકારી માટે સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ આરોગ્ય મેળો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી પુરવાર થશે. તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું

ધારાસભ્યશ્રી લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર નાગરિકોના સ્વાસ્થ્ય પર રહેલો છે. સમાજના છેવાડાના માનવીને તમામ પ્રકારની સેવાઓ મળી રહે અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ અંગેની વિવિધ યોજનાઓ દ્વારા સમાજ કલ્યાણ અને તમામ નાગરિકોને વિવિધ સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય મેળાઓનું આયોજન કરાઇ રહયું છે, જેનો લાભ નાગરિકોને લેવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

ધોરાજી ખાતે યોજાયેલા આ મેળામાં ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ રોગોના નિદાન અને સારવાર નિઃશુલ્ક મેળવી હતી. અને આરોગ્ય અંગેની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓ જેવીકે, આયુષ્માન કાર્ડ, હેલ્થ આઇ.ડી. કાર્ડનું આધાર કાર્ડ સાથે લિંક કરવાની સેવા, રસીકરણ, ઓર્થોપેડીક, બાળ રોગ, ડેન્ટલ, જનરલ મેડીસીન,આંખને લગતા રોગો સહિત ૧૪ જેટલા વિભાગોના નિષ્ણાંત ડોકટરોએ લોકોને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ પુરી પાડી હતી

સાંસદશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ટી. ડી. ઓ. ડઢાણીયાએ પ્રાસંગિક પ્રવચનમાં લોકોમાં આરોગ્યલક્ષી જાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલા તાલુકા કક્ષાના હેલ્થ મેળાનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. ધોરાજી પ્રાંત અધિકારીશ્રી લીખિયાએ બ્લોક હેલ્થ મેળાના આયોજનને લોકોપયોગી ગણાવતા ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમા ધોરાજી પ્રાંત અધિકારી શ્રી લીખીયા, મામલતદારશ્રી જુલાપરા, અગ્રણીશ્રી કિશોરભાઈ રાઠોડ, સાવલિયા, વિરલ પનારા, ભીખાભાઈ બાબરીયા, ડો. વાછાણી, મહેશભાઈ પરમાર, શહેર ભા.જ.પ. પ્રમુખ વિનુભાઈ માથકિયા, અરવિંદભાઈ વોરા, જયસુખભાઇ ઠેસીયા, હરસુખભાઈ ટોપિયા, વિજયભાઈ બાબરીયા, જનકસિંહ જાડેજા, ગોપાલભાઈ, સુરેશભાઈ ગજેરા, નીતિનભાઈ જાગાણી ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક જયેશભાઈ વસેતિયન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!