Gondal-Rajkot-ગોંડલ સીટી પોલીસના કોન્સ્ટેબલ જયદીપસિંહ ને મોબાઈલ ફોન ઉપર ધમકી આપનાર ધમા આહિરને ખાખીએ પરચો બતાવ્યો.

ગોંડલમાં ’તુ મને ઓળખે છે હું કોનો માણસ છું કહી ધમા આહિર નામના શખ્સે હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહને ફોન કરીને અપશબ્દો બોલી ધમકી આપતા ફરજમાં રૂકાવટની ગોંડલ પોલીસમાં ફરીયાદ નોંધાયા ની ઘટના બાદ હરકત મા આવાલી પોલીસે ધમા આહીર ને ધારેશ્ર્વર ચોકડી પાસે થી જડપી લઇ ખાખી નો પરચો બતાવી શાન ઠેકાણે લાવી હતી.ધમા આહીરે મોબાઇલ પર હેડ કોન્સ્ટેબલ ને ગાળો ભાંડી ધમકી આપ્યા ની ઑડીયો ક્લીપ શોશ્યલ મીડિયા મા ફરતી થયા ની ચકચારી ઘટના ની પ્રાપ્ત વિગતો મુજબ ઉક્ત બનાવ અંગે ફરીયાદી સીટી પોલીસ મથક ના હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહે જણાવ્યું હતું કે ગત તા. 10ના ગોંડલ સીટી પોલીસમાં મારામારી અંગેની નરેન્દ્રભાઇ ઉર્ફે બાલી તુલસીભાઇ વ્યાસે ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે ધમો આહિર, લીસીયો તથા અપુડો નામના શખ્સો આરોપી હોય

જેને પકડવાની સુચના ગોંડલ પોલીસના પીઆઇ એમ.આર.સંગાડાએ આપતા આરોપી રફીક ઉર્ફે લીસીયાને ઝડપી લીધો હતો. જયારે ફરાર આરોપી ધમા આહિરને પકડવાનો બાકી હોય જેમના ઘરે જઇને તેમની માતા અને ભાઇની પુછપરછ કરી હતી. જે બાબતે આરોપી ધમા આહિરે મને ફોન કરીને ગાળો આપી ધમકી આપી હતી કે તુ ડી સ્ટાફમાં છો અને તને મે હપ્તાઓ આપેલ છે. તેમજ હું કોનો માણસ છું તને ખબર છે કહી ગર્ભિત ધમકીઓ આપીને ફરજમાં રૂકાવટ કરી હતી. જે અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.કે.રાઠોડ અને સ્ટાફે તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન ધમો આહીર ધારેશ્વર ચોકડી પાસે પોલીસના હાથે ઝડપાઇ જતા તેની “સરભરા” કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બનાવ અંગે ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ધમો આહીર અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેના વિરુદ્ધ નવ જેટલા ગુના નોંધાયા છે.

error: Content is protected !!