Gondal-Rajkot-ગોંડલ શહેરમાંથી ગેરકાયદેસર હથિયાર(પીસ્ટલ) સાથે જેતપુર ના સાહીલ પઠાણ ને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા અને આજુ-જુના જીલ્લામાંથી હથિયારની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના માણસો ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને બાતમી આધારે હકીકત મળેલ કે સાહીલ સલીમભાઇ પઠાણ રહે જેતપુર જાગ્રુતિનગર જી.રાજકોટ વાળાએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર હથિયાર રાખેલ છે

અને હાલે તે ગોંડલ ગુંદાળા ચોકડી ઓવરબ્રીજ પાસે જેતપુર તરફ જતા સર્વીસ રોડ ઉપર ઉભેલ હોવાની હકિકત મળતા હકીકત આધારે રેઇડ કરી મજકુર ઇસમને ગે.કા હથિયાર સાથે પકડી પાડી ગોંડલ સીટી પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.પકડાયેલ આરોપી તરીકે સાહીલ સલીમભાઇ પઠાણ જાતે સિપાહી ઉ.વ.-૨૧ રહે જેતપુર જાગ્રુતિનગર અંકુર સ્કુલ પાસે જી.રાજકોટ કબ્જે કરેલ મુદ્દામાલમાં દેશી બનાવટની પીસ્ટલ (અગ્નીશસ્ત્ર) નંગ- ૧ કિ.રૂ. ૧૦,૦૦૦/-આ સફળતા પૂર્વક કામગીરી કરનાર એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિંહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ સહિત નાઓએ કામગીરી કરી હતી.

error: Content is protected !!