Rajkot-શું તમે વ્યાજખોરીમાં ફસાયા છો? પઠાણી ઉઘરાણીથી ઘેરાયા છો?…મુંજાવ નહિ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો: હેલ્પ લાઇન નંબર નો ઉપયોગ કરો: સવારે ૧૧ થી ૧ રૂબરૂ પણ ફરિયાદ કરી શકાશે.

 શહેરમાં રહેતા ઘણા નાગરીકો આર્થીક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને ભોગ બનનારની માલ મીલ્કતો ગેર કાયદેસર રીતે રાખી લેતા હોય છે અથવા લખાવી લેતા હોય છે. અને બાદ ભોગ બનનાર વ્યકિત ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગ બનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જેના પરીણામે ભોગબનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે જે એક વ્યકિતને નહીં પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે. આવી ગેરકાયદેસરની પ્રવૃતી સદંતર બંધ કરાવવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ દ્વારા સુચના આપવામાં આવેલ હોય જે સુચના અન્વયે નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ની કચેરી દ્વારા વ્યાજંકવાદ અંગે એક હેલ્પ લાઇન નંબર-૭૦૧૬૮૦૮૨૪૪ કે જેમાં વ્યાજંકવાદને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો નિર્ભયપણે વોટસએપ દ્વારા અરજી મોકલી શકે છે. અરજીમાં પોતાનો મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અથવા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ)ની કચેરી ગ્રાઉન્ડ ફલોર પોલીસ કમિશ્નરશ્રીની કચેરી કમ્પાઉન્ડ જીલ્લા પંચાયત ચોક પાસે રાજકોટ ખાતે જાહેર રજાના દિવસો સિવાય કલાક-૧૧/૦૦ થી કલાક-૦૧/૦૦ દરમ્યાન રૂબરૂ આવી પોતાની રજુઆત કરી શકશે. અને રાજકોટ શહેરના નાગીકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સમયસર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે કસુરદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

30 thoughts on “Rajkot-શું તમે વ્યાજખોરીમાં ફસાયા છો? પઠાણી ઉઘરાણીથી ઘેરાયા છો?…મુંજાવ નહિ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો: હેલ્પ લાઇન નંબર નો ઉપયોગ કરો: સવારે ૧૧ થી ૧ રૂબરૂ પણ ફરિયાદ કરી શકાશે.

  1. Pingback: Lincoln Georgis
  2. Pingback: Khaled Azazy
  3. Pingback: MBA in FUE
  4. Pingback: Hardness Tester
  5. Pingback: Elective Courses
  6. Pingback: MSc in pharmacy

Comments are closed.

error: Content is protected !!