Gondal-Rajkot-ગોંડલ કોંગ્રેસે પેપર લીક કૌભાંડ ઉજાગર કરનાર યુવાન વિરુદ્ધ થયેલ ખોટી કાર્યવાહી સામે આવેદનપત્ર આપ્યું.

ગોંડલ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વિવિધ સરકારી ભરતીઓમાં થતી ગેરરીતીઓ અને શિક્ષણને લગતા પ્રશ્નોને લઇ ગુજરાતના યુવા સંગઠનો તથા વિદ્યાર્થી આગેવાનો દ્વારા સરકાર સમક્ષ ન્યાય બાબતે જ્યારે જ્યારે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે ત્યારે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતીની તપાસ કરવાને બદલે ન્યાય મેળવવા આંદોલનો કરતા વિદ્યાર્થીઓ અને આગેવાનો પર ખોટી કાર્યવાહીઓ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગોંડલ કોંગ્રેસના યતીશભાઈ દેસાઈ, રૂષભરાજ પરમાર, દિનેશભાઈ પાતર, જયસુખ ભાઈ વઘાસિયા, ધર્મેશભાઈ બુટાણી, જય નાદપરા, કિશોરસિંહ જાડેજા, મોહિત પાંભર, શૈલેષ રૈયાણી, રાજુભાઈ તન્ના, સુરેશભાઈ ભટ્ટી, નિમેષ રૈયાણી, સંદીપ હિરપરા અને યુવરાજસિંહના કાકા અશોકસિંહ જાડેજા સહિત નાઓ દ્વારા ડેપ્યુટી કલેકટર અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના યુવાનોના પ્રશ્નો રજુ કરતા યુવા નેતાઓ જેવા કે યુવરાજસિંહ જાડેજા જેમણે છેલ્લા કેટલાક સમયથી પેપર કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે સરકારની મદદ કરી છે. સરકારે આ બાબતે યોગ્ય ન્યાય આપીને ગુનેગારોને પકડવા માટે તત્પર બનવું જોઈએ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી ભરતીઓમાં થતી ગેરરીતીમાં પકડાયેલ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ પેપર લીક કૌભાંડ ઉજાગર કરનાર મૂળ ગોંડલના યુવરાજસિંહ સામે સરકાર બદલો લેવાની ભાવનાથી કાર્યવાહી કરવી રહી છે તે યોગ્ય નથી તેવું જણાવી અંતમાં યુવરાજસિંહ ન્યાય મળે તેવી માંગ કરી હતી.

error: Content is protected !!