Gondal-ગોંડલ સીટી  વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર(પીસ્ટલ) સાથે નયન બતાળા (ભરવાડ)ને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

પોલીસ અધિક્ષક  બલરામ મીણા  દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા અને આજુબાજુના જીલ્લામાંથી હથિયારની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર  એસ.એમ.જાડેજા  તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા  ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના માણસો ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને બાતમી આધારે હકીકત મળેલ કે નયન જગદીશભાઇ બતાળા જાતે ભરવાડ રહે ગોંડલ બાપાસીતારામ નગર જી.રાજકોટ વાળાએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર હથિયાર રાખેલ છે અને હાલે તે વોરાકોટડા રોડ ઉપર આવેલ ચાર દુકાન ચોક ખાતે ઉભેલ હોવાની હકિકત મળતા હોવાની ચોકકસ હકીકત આધારે રેઇડ કરી મજકુર ઇસમને ગે.કા હથિયાર સાથે પકડી પાડી ગોંડલ સીટી પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી  કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી તરીકે નયન જગદીશભાઇ બતાળા જાતે ભરવાડ ઉ.વ.-૨૧ ધંધો-અભ્યાસ રહે ગોંડલ બાપાસીતારામ નગર જી.રાજકોટ કબ્જે કરેલ મુદા્માલ માં દેશી બનાવટની પીસ્ટલ (અગ્નીશસ્ત્ર) નંગ- ૧  કિ.રૂ. ૧૦,૦૦૦/- કામગીરી કરનાર અધિકારી/કર્મચારી તરીકે એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર  એસ.એમ.જાડેજા  તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા  તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ સહિત ના ઓ એ કામગીરી હાથ ધરી હતી.
error: Content is protected !!