Vichhiya-Jasdan-વિછીયામાં બીલ વગરના મોબાઇલની લે-વેચ કરતા શખ્સને રૂરલ એસઓજીએ પકડી પાડી ૧૮ મોબાઇલ કબ્જે કર્યા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે જુના મોબાઇલનું તથા ચોરીના મોબાઇલની ખરીદી વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા સાહેબ તથા પો.સબ. ઇન્સ એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચનો સ્ટાફ વિંછીયા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ કોન્સ હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા જયવિરસિંહ રાણા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલને બાતમી આધારે હકીકત મળેલ કે વિંછીયા-જસદણ રોડ પર આવેલ શ્રીહરી કોમ્પ્લેક્ષમાં આવેલ કર્ણાવતી મોબાઇલ નામની મોબાઇલની દુકાનમાં પ્રદિપભાઇ ખંભાળીયા રહે.આસલપુર તા.વિંછીયા વાળો પોતાની મોબાઇલની દુકાનમાં બીલ કે કોઇપણ આધાર લીધા વગરના જુના મોબાઇલોની ખરીદી તથા વેચાણ કરે છે.

જે હકિકત આધારે ઉપરોક્ત સરનામાં વાળી મોબાઇલની દુકાને ચેકિંગ કરતા દુકાનમાંથી આધાર વગરના અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૮ મળી આવેલ જેની કિ.રૂ.૫૨૦૦૦ ગણી હાજર દુકાનદાર ઇસમ પાસે આધાર પુરાવા કે બીલ માંગતા ન હોવાનું જણાવેલ અને ફર્યું ફર્યું બોલતો હોય જેથી સદરહું મોબાઇલ કોઇ જગ્યાએ થી ચળકપટ કે ચોરી ચુપીથી મેળવેલ હોવાનું જણાતા વિંછીયા પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

error: Content is protected !!