Gondal-Rajkot-ગોંડલમાં રામદ્વાર પાસે ૧૪ કરોડના ખર્ચે મહિલા કોલેજના બિલ્ડીંગનું થશે નિર્માણ: નગરપાલિકા દ્વારા ૨૩ કરોડની જમીનની ફાળવણી.

ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં ક્ધયા કેળવણી સ્ત્રી શિક્ષણ ફરજિયાત કરી સમગ્ર ભારતમાં પ્રેરણા રૂપ કાર્ય કરવામાં આવ્યું હતું એ જમાનામાં અદ્યતન ક્ધયાશાળાઓ અને કોલેજોના નિર્માણ કરી આપવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા બે ચાર દાયકાઓ દરમિયાન રાજવી કાળના બિલ્ડીંગોની હાલત જર્જરિત થઇ જવા પામી હોય વિદ્યાર્થીનીઓને ત્યાં ભણવુ જોખમ ભરેલું હોય નગરપાલિકા તંત્ર દ્વારા નવા બિલ્ડિંગ બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી મથામણ કરવામાં આવતી હોય રાજકીય આગેવાનોની રજૂઆતોથી સરકારી મંજૂરી મળતા આગામી સમયમાં નેશનલ હાઈવે રામ દ્વાર પાસે ૯૩૨૪ વારમાં મહિલા કોલેજ નું નિર્માણ કરવામાં આવનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા તથા કારોબારી ચેરમેન ઋષિરાજ સિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ગોંડલ શહેર અને તાલુકાની દીકરીઓને અદ્યતન બિલ્ડિંગમાં કોલેજનું શિક્ષણ મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા મહિલા કોલેજના નવા અદ્યતન બિલ્ડીંગ માટે ઘણા પ્રયાસો કર્યા હતા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને ભાજપ અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા મહિલા કોલેજ બિલ્ડીંગની વર્તમાન સમસ્યા અંગે રાજ્ય સરકારને અનેક વાર રજૂઆત કરી હતી.

જેના ફળ સ્વરૂપે આગામી દિવસોમાં ગોંડલ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે રામ દ્વાર નજીક ૯૩૨૪ વારમાં ૭૮૦૦ સ્ક્વેર મીટર ૬૭૦૦૦ સ્કેવર ફિટ) બાંધકામ સાથે ચાર માળનું અધ્યતન મહિલા કોલેજનું બિલ્ડિંગનું નિર્માણ પામશે, આ નવ નિર્માણ પામનાર મહિલા કોલેજમાં આર્ટીના ૬ કલાસ, કોમર્સના ૩ કલાસ, અને હોમ સાયન્સ ના ૪ ક્લાસ બનાવવામાં આવશે, જેનો અંદાજીત ખર્ચ ૧૪ કરોડ રૂપિયા જેવો થશે.

આ ઉપરાંત કોલેજમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ , એનસીસી રૂમ, મેડીકલ રૂમ, ત્રણ અન્ય રૂમ, મલ્ટીપર્પજ હોલ, ઇન્ડોર સ્પોર્ટ્સ ક્લબ, આઉટ સ્પોર્ટ્સ ક્લબ અને એડમીન ઓફિસ બનાવવામાં આવશે. આ મહિલા કોલેજ બનાવવા માટે રૂપિયા એક કરોડ મહિલા કોલેજ આપશે, ફર્નિચર બનાવવા માટે સરકાર ગ્રાન્ટ આપશે અને નગરપાલિકા તંત્ર દ્વારા રૂપિયા ૨૩ કરોડની જમીન ફાળવવામાં આવી છે.

error: Content is protected !!