Gondal-Rajkot-ગોંડલ સિવિલ હોસ્પિટલ ની અદ્યતન નવી એમ્બ્યુલન્સ નો માલ વાહક વાહન તરીકે ઉપયોગ કરાતા રોષ.

ગોંડલ શહેર તાલુકાની જીવાદોરી સમાન અદ્યતન સિવિલ હોસ્પિટલમાં આગેવાનો દ્વારા આગેવાનો દ્વારા  રજુઆતો કરાયા બાદ તાજેતરમાં જ નવી એમ્બ્યુલન્સ મળવા પામી હતી પરંતુ બિન્દાસ્ત સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા નવી એમ્બ્યુલન્સનો માલ વાહક વાહન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડના ધ્યાને આવતા ઉચ્ચકક્ષાએ રોષ સાથે રજૂઆત કરવા તાજવીજ હાથ ધરવામાં આવી છે

આ તકે દિનેશભાઈ માધડે જણાવ્યું હતું કે
ગોંડલ નજીક નો નેશનલ હાઇવે અકસ્માત ઝોન માટે કુખ્યાત બન્યો છે રોજિંદા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે શહેર ઉપરાંત તાલુકાના 84 ગામના લોકો સારવાર માટે હોસ્પિટલે આવતા હોય છે ઇમરજન્સી  વેળાએ એમ્બ્યુલન્સ ની જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સ હાજર હોતી નથી અને નવી એમ્બ્યુલન્સ પાસે માલ વાહક વાહન નું કામ કરાવવામાં આવતું હોય તે સદંતર ગેરવ્યાજબી છે જવાબદારો સામે કાર્યવાહી થવી જ જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું.

error: Content is protected !!