Gondal-Rajkot યુક્રેનમાં યુધ્ધના માહોલ વચ્ચે ગોંડલની બે વિદ્યાર્થીઓ ફસાઈ.

યુક્રેનમાં અભ્યાસ કરતી બંસી રામાણી અને દેવાંશી દાફડા યુદ્ધના માહોલ વચ્ચે ઘરે પરત ન ફરી શકતા પરિવાર ચિંતિત.

 

યુક્રેનમાં યુધ્ધના માહોલ વચ્ચે ગોંડલની બે વિદ્યાર્થીઓ ફસાઈ છે, યુક્રેન એમ.બી.બી.એસ ના અભ્યાસ અર્થે ગયેલ ગોંડલની બે વિદ્યાર્થીનીઓ યુદ્ધના માહોલ વચ્ચે ઘરે પરત ન ફરી શકતા પરિવાર ચિંતિત બન્યો છે.ગોંડલની દીકરીઓ છેલ્લા બે વર્ષથી બોકોવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે

 પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના રાજેશભાઈ રામાણીની પુત્રી બંસી અને દાસી જીવણ પાર્ટી પ્લોટ પાસે રહેતા અને પ્રમુખ મેડિકલ ચલાવતા શૈલેષભાઈ દાફડા પુત્રી દેવાંશી છેલ્લા બે વર્ષથી બુકોવેનિયા ખાતે આવેલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસ કરી રહી છે

દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઇ જતા હાલ આ બન્ને દીકરીના પરિવાર ઘેરા શોકમાં ગરક થઇ જવા પામ્યો છે

 રાજેશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક આ દ્વારા છેલ્લા પંદર દિવસથી બંને દીકરીઓને પરત લાવવા માટે સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ દીકરીઓને પરત લાવવામાં સફળતા મળી ન હતી કારણકે હાલ ત્યાં સિનિયર સિટીઝનો અને નાના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે ગુરુવારે સવારે જ રાજેશભાઈ રામાણીને પુત્રી બંસી સાથે વાત થઇ હતી ક્યારે જણાવ્યું હતું કે ઇન્ડિયન એમ્બેસી ની નવી જાહેરાત આવી છે

error: Content is protected !!