Gondal-ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને ૪૦ સંસ્થાનું વિદાયમાન:ગીર સોમનાથ જિલ્લા પૂરવઠા અધિકારી તરીકે બદલી થતાં વિદાયમાન અપાયું.

ગોંડલમા અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન સરાહનીય કામગીરી દ્વારા લોકોની ચાહના મેળવનારા પ્રાંત અધીકારી રાજેશકુમાર આલની ગીર સોમનાથ જીલ્લા પુરવઠા અધીકારી તરીકે બદલી થતા નાગરીક બેંક , માર્કેટીંગ યાર્ડ તથા નગર પાલીકાના વિદાયમાન અપાયુ હતુ.નાગરીક બેંકના ચેરમેન અશોકભાઈ પિપળીયા , યાર્ડના અલ્પેશભાઈ ઢોલરીયા , પ્રફુલભાઈ સંયુકત ઉપક્રમે પત્રકાર સંઘ ટોળીયા , રાજેન્દ્રસિંહ જાડેજા , આયોજીત વિદાયમાન સમારોહમાયતિષભાઈ દેસાઈ એ વિદાયમાન અપાયુ હતુ . ટાઉનહોલ ખાતે યોજાયેલ વિદાયમાન સમારોહમા શહેરની વિવિધ ચાલીસ સંસ્થાઓ દ્વારા રાજેશકુમાર આલ ને સન્માન સાથે પ્રાંત અધીકારીના વિવિધ કાર્યો અને પ્રજાલક્ષી કાર્યં પ્રણાલીને યાદ કરી સરાહના કરી હતી.

સમારોહ ના અધ્યક્ષ ભાજપ અગ્રણી ગણેશભાઈ જાડેજા એ ખાસ કરીને કોરોના , પુર અને વાવાઝોડાના વિકટ સમય મા પ્રાંત અધીકારી એ બજાવેલી ત્વરીત ચેરમેન ફરજ ને બીરદાવી ગોંડલે એક કાયૅદક્ષ એ અધિકારી ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી હતી , પત્રકાર જીતુભાઇ આચાર્ય પ્રાંત અધીકારી એ ગાડલીયા લુહાર તથા દેવીપુજક સમાજના ઘર વિહોણા વંચીતો માટે આધારકાર્ડ , રેશનકાર્ડ તથા આવાસ માટે કરેલી કામગીરી ની પ્રશંસા કરી તેમણે દાખવેલી ફરજને બીરદાવી હતી .

error: Content is protected !!