Gondal-Rajkot જસદણ પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ.

  1. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા ) નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા ગેરકાયદેસર અગ્નિસસ્ત્રો સંગ્રહ, વેચાણ અને હેરાફેરી બાબતે ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય, જેથી પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર અગ્નિસસ્ત્રો સંગ્રહ, વેચાણ અને હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના માણસો પો.સબ.ઇન્સ જી.જે.ઝાલા સાથે જસદણ વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા જયવિરસિહ રાણા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને બાતમી આધારે હકીકત મળેલ કે સનાળા ગામની સીમમાં રહેતા ભુપતભાઇ કરશનભાઇ પનાળીયા પોતાના કબ્જા ભોગવટાની વનાળા ગામની સીમમાં આવેલ વાડીએ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક રાખેલ હોવાની સચોટ હકિકત આધારે રેઇડ કરી મજકુરને ગે.કા હથિયાર સાથે પકડી પાડી જસદણ પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપી તરીકે ભુપતભાઇ કરશનભાઇ પનાળીયા જાતે કોળી ઉ.વ.-૫૨ ધંધો-ખેતી રહે મળુ સોમલપર તા.જસદણ હાલ રહે. વનાળા ગામની સીમ વાડીએ તા.વિંછીયા જી.રાજકોટ કબ્જે કરેલ મુદા્માલઃ-એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક કુલ કિંમત રૂપિયાઃ- ૩૦૦૦/- કાળા રંગ નો બારીક પાવડર આશરે ૫૦ – ગ્રામ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઃ-એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.જાડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા તથા જી.જે.ઝાલા સાહેબ તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી સહિત નાં ઓએ કામગીરી હાથ ધરી હતી.
error: Content is protected !!