Gondal-Rajkot ગોંડલ સિવિલ હોસ્પિટલના ત્રણ ડોકટરો રાતનાં “ઘેર હાજર” રહેતા હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી: બે એમ્બ્યુલન્સ વચ્ચે એકજ ડ્રાયવર , ભરતી ના અભાવે દર્દી પરેશાન.

ગોંડલ શહેર તાલુકાની જનતાની સુખાકારી માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાનું આંધણ કરી એ ગ્રેડની હોસ્પિટલ બનાવી આપી હોવા છતાં પણ રાત્રિના સમયે તબીબો હોસ્પિટલમાં હાજર રહેવાના બદલે પોતાના ઘેર હાજર રહેતા હોય વ્યાપક ફરિયાદોને લઈ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે બે એમ્બ્યુલન્સ વચ્ચે એક જ ડ્રાઈવર હોય તાકીદે ડ્રાઇવરની ભરતી કરવા જણાવ્યું હતું.

ગોંડલ કોંગ્રેસના આશિષ ભાઈ કુંજડિયા, યતીશ ભાઈ દેસાઈ, રૂષભરાજ પરમાર,જય નાદપરા તેમજ દિનેશભાઈ પાતર ,રાજેશભાઈ તન્ના, કિશોર સિંહ જાડેજા સહિતના કોંગ્રેસી સદસ્યોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે એ ગ્રેડ ની ગણાતી ગોંડલની સરકારી હોસ્પિટલમાં રાત્રિના સમયે તબીબો હાજર રહેતા નથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગોંડલ નજીક નેશનલ હાઈવે પસાર થતો હોય એક્સિડન્ટના પણ ઘણા બનાવો બનતા હોય મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓને રિફર કરી આપવામાં આવે છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં બે બે એમ્બ્યુલન્સ વચ્ચે માત્રને માત્ર એક જ ડ્રાઈવર છે જેના કારણે દર્દીઓને લઈ જવા માટે રીફર કરવામાં મુશ્કેલી પડી રહી છે તો આ અંગે તાકીદે યોગ્ય પગલા લેવા જરૂરી છે અન્યથા કૌગરેસ દ્વારા ૩૦ દિવસમાં આંદોલન છેડવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી

error: Content is protected !!