Gondal-Rajkot ગોંડલ પાસે ૮.૬૫ લાખનો દારૂનો જથ્થો પકડાયો:રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો : જીતેન્દ્ર ડોબરીયાની ૧૧.૮૨ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : અન્ય ત્રણના નામો ખુલ્યા.

ઘોઘાવદર રોડ ઉપર શ્રી લાભ સીમેન્ટ કારખાનામાં રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો :

ગોંડલ પાસે સીમેન્ટના કારખાનામાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૮.૬૫ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઘોઘાવદરના શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ત્રણના નામો ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિહ તથા જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક  સાગર બાગમારએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ. એ.આર.ગોહિલ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખાના સ્ટાફ ના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા પો.

હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. કોન્સ. પ્રહલાદસિહ રાઠોડ તથા પો. કોન્સ. રૂપકભાઇ બોહરાને મળેલ સંયુકત હકિકત આધારે અર્જુન મહેન્દ્રભાઇ ચૌહાણ રહે- મોટીબજાર, બાવાબારી શેરી, ગોંડલ વાળાએ જીતેન્દ્રભાઇ ગીરધરભાઇ ડોબરીયા રહે- ઘોઘાવદર ગામ તા. ગોંડલ વાળાના કબજા ભોગવટાના ગોંડલ, ઘોઘાવદર રોડ, જકાતનાકા પાસે આવેલ શ્રી લાભ સીમેન્ટ પ્રોડકટ્સ નામના કારખાનામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર વેચાણ કરવાના ઇરાદે રાખી

બોલેરો પીકઅપ કાર નં. GJ-03-BY-0966 હેરાફેરી કરતા જુદી જુદી બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૨૩૮૨ કિ.રૂ. ૮,૬૫,૮૦૦ તથા બીઅર ટીન નંગ- ૧૬૮ કિ.રૂ. ૧૬,૮૦૦ તથા એક બોલેરો પીકઅપ કાર નં. GJ-03-BY-0966 ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦ તથા કાગળોની નકલો તથા સહિત કુલ રૂ.૧૧,૮૨,૬૦૦ના મુદામાલ સાથે મજકુર જીતેન્દ્રભાઇ ગીરધરભાઇ ડોબરીયા રહે- ઘોઘાવદર ગામ તા. ગોંડલ વાળાને પકડી પાડી હસ્તગત કરેલ છે.

આ દારૂનો જથ્થો મંગાવનાર અર્જુન મહેન્દ્રભાઇ ચૌહાણ રહે- મોટીબજાર, બાવાબારી શેરી, ગોંડલ અને દારૂનો જથ્થો મોકલનાર મુસ્તુફા સૈયદ રહે- ચુરૂ (રાજસ્થાન) તથા ખુશીરામ બદવ્રીનારાયણ મીણા રહે- ટાંક (રાજસ્થાન)ની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના

એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પો.સબ ઇન્સ. એસ.જે.રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો. હેડ કોન્સ. મહિપાલસિહ જાડેજા, પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, પ્રકાશભાઇ પરમાર, નૈમીષભાઇ મહેતા, અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, અનીરૂધ્ધસિંહ જાડેજા તથા સાહિલભાઇ ખોખર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

error: Content is protected !!